પાટણઃ ઉત્તરાયણના દિવસે શહેરનું આકશ રંગબેરંગી પતંગોથી છવાયુ હતું. ઠંડી હોવા છતાં પતંગ રસિકો સવારથી જ ધાબા પર ચડ્યા હતા. સવારથી જ પવનને વેગ મળતા એ કાપ્યો... લપેટની બુમોથી ધાબાઓ ગાજી ઉઠ્યા હતા. કોરોના મહામારીના ડર વગર આ વર્ષે પાટણ સહિત સમગ્ર ગુજરાતમાં રંગેચંગે ઉત્તરાયણ પર્વની ઉજવણી કરવામાં આવી હતી. વહેલી સવારથી પતંગ રસિકો ધાબા પર ચડી પતંગો ઉડાડી એકબીજાંના પતંગો કાપી આનંદ માણ્યો હતો. ધાબા પર ઉધિયા જલેબી સહિતની ટેસ્ટી વાનગીઓનો સ્વાદ માણી આ પર્વને હર્ષોલ્લાસ સાથે મનાવ્યો હતો. તો કેટલાક લોકોએ ગાયોને ઘાસચારો નાખી દાન પુણ્ય કર્યું હતું.
Ahmedabad: કેન્દ્રીય પ્રધાન શાહ અને CM પટેલે પતંગ ચગાવ્યા, સ્થાનિકો સાથે આનંદ કર્યો
આનંદ ઉત્સવના પર્વ એવા ઉત્તરાયણને મનાવવા નાના બાળકોથી લઈને મોટેરો ધાબાઓ પર જોવા મળ્યા હતા. ધાબાઓ પર ડીજે સાઉન્ડ સિસ્ટમ સાથે લોકોએ ઉત્તરાયણની ઉજવણી કરી હતી. ઉત્તરાયણ પર્વમા ઊંધિયું અને જલેબી ખાવાનો અનેરો મહિમા હોવાથી શહેરની વિવિધ ફરસાણની દુકાનો પર સવારથી જ ઊંધિયું જલેબી લેવા માટે લાંબી કતારો સર્જાઈ હતી અને લોકોએ ખરીદી કરી ધાબા પર ઊંધીયા જલેબીની લિજ્જત માણી હતી.
20થી 25 ટકાનો ભાવ વધારો ઃ ચાલુ વર્ષે તેલ ઘી અને બેસનની વસ્તુઓમાં થયેલા ભાવ વધારાને કારણે ઊંધિયું જલેબી અને ફાફડામાં પણ 20થી 25 ટકાનો ભાવ વધારો જોવા મળ્યો હતો છતાં પાટણની જનતાએ ઉત્સાહ સાથે ઊંધિયા જલેબીની ખરીદી કરી હતી. તો બીજીતરફ આ પર્વ મા દાન પુણ્યનું પણ એટલું મહત્વ હોઈ લોકોએ ગાયોને ઘાસ નિરવી દાન પુણ્ય કર્યું હતું. તો કેટલાક લોકોએ ગાયો માટે દાનની રકમ ઉઘરાવી ફંડ એકત્ર કર્યું હતું.
Live Undhiyu: સંક્રાંતિના દિવસે જૂનાગઢના લોકોએ લાઈવ ઊંધિયાની જીયાફત માણી
સિધ્ધપુરના ધારાસભ્ય અને રાજ્યના કેબિનેટ પ્રધાન બલવંતસિંહ રાજપૂતે ઉત્તરાયણ પર્વ નિમિત્તે પોતાના નિવાસ્થાને પક્ષીઓને ચણ શ્વાન,કાચબા અને ગાયોને ઘાસચારો નિરવી દાન પુણ્ય કર્યું હતું તેઓએ સમગ્ર જિલ્લા વાસીઓને ઉતરાયણ પર્વની શુભેચ્છાઓ પાઠવી સાવચેતી અને સલામતીપૂર્વક આ પર્વની ઉજવણી કરવા અપીલ કરી હતી તેમજ વધુમાં વધુ આ દિવસે લોકો દાનપુણ્ય કરે તેવી પણ અપીલ કરી હતી.તો પાટણના ધારાસભ્ય ડૉ. કિરીટ પટેલે પણ પોતાના ધાબા ઉપર પરિવાર સાથે ઉતરાયણ પર્વની ઉજવણી કરી પતંગ ચગાવ્યા હતા સાથે જ ફાફડા-જલેબીની જાયફત માણી હતી.