પાટણ : શહેરમાં 'વિશ્વાસ નેત્રમ પ્રોજેક્ટ' હેઠળ જિલ્લા પોલીસ અધીક્ષકની કચેરી ખાતે કમાન્ડ કન્ટ્રોલ રૂમ કાર્યરત કરી શહેરના વિવિધ 48 પોઈન્ટ પર 173 ફિક્સ કેમેરા,57 પીટીઝેડ અને 54 એનપીઆર કેમેરા મળી કુલ 234 CCTV કેમેરા દ્વારા શહેરની ગતિવિધિઓ ઉપર નજર રાખવામાં આવી રહી છે.
- 284 કેમેરાનો સર્વે કરવામાં આવ્યો હતો
- જે પૈકી 234 કેમેરા ફાળવવામાં આવ્યા
- જેમાંથી હાલમાં 166 કેમેરા કાર્યરત
- જ્યારે 68 કૅમેરા ટેકનીકલ ખામીને કારણે બંધ
વિવિધ પોઇન્ટ પર ફાળવવામાં બાકી રહેલા 44 કેમેરાઓની ગૃહ વિભાગ દ્વારા ફાળવણી કરવામાં આવ્યા બાદ ઇન્સ્ટોલ કરી કાર્યરત કરવામાં આવશે. શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવામાં CCTV કેમેરા ઉપયોગી બની રહ્યા છે.શહેરની ટ્રાફિક સમસ્યા તેમજ ટ્રાફિક નિયમનો ભંગ કરતા વાહનચાલકો પણ આ તીસરી આંખની ઝપટે ચડયા છે.
અત્યાર સુધીમાં 5193 વાહનચાલકોને ઈ મેમો ઇસ્યુ કરી રૂપિયા 16,41,400 દંડ ફટકારવામાં આવ્યો છે.જેમાંથી 5199 વાહનચાલકોએ 4,11,700 નો દંડ ભરપાઈ કર્યો છે.જ્યારે 12,29,600 નો દંડ ભરપાઇ કરવાનો બાકી છે.આવા વાહનચાલકોના વાહન ડીટેઇન કરવા તેમજ ત્રણ વખત એક જ સાધન મેમો ઇસ્યુ થાય તો તે વાહનચાલકોના લાઈસન્સ રદ કરવા આરટીઓ કચેરીને પોલીસ દ્વારા જાણ કરાશે.
- વાહનચાલકો ઉપર લગામ કસવા 'વિશ્વાસ નેત્રમ પ્રોજેક્ટ' દ્વારા બારીકાઈથી નજર
- શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવામાં CCTV કેમેરા ઉપયોગી
- ટ્રાફિક નિયમનો ભંગ કરતા વાહનચાલકો પણ તીસરી આંખની ઝપટે ચડયા
- કેટલાંક ગુનાઓ પણ સીસીટીવી કેમેરામાં કેદ થતાં ઉકેલાયા
પાટણ શહેરના વ્યૂહાત્મક પોઈન્ટ પર લગાવવામાં આવેલ CCTV કેમેરાને શહેરના પ્રબુદ્ધ નાગરિકોએ આવકારદાયી ગણી ગુનાખોરી ડામવાના સરકારના આ પગલાંને સરાહનીય ગણાવી રહ્યા છે.તીસરી આંખની બાજ નજર બાદ શહેરમાં ચેન સ્નેચિંગના,ચીલ ઝડપ, જાહેર સ્થળો પર અસામાજિક તત્વોની રંજાડ જેવી અસામાજીક પ્રવૃત્તિઓ પર રોક લાગી છે. કેટલાંક ગુનાઓ પણ સીસીટીવી કેમેરામાં કેદ થતાં ઉકેલાયા છે. આરોપીઓ પણ પોલીસની ગિરફતમા આવ્યા હોવાનું પ્રબુદ્ધ નાગરિકો જણાવી રહ્યા છે.
પાટણ જિલ્લા પોલીસ અધિક્ષકની કચેરી ખાતે કાર્યરત કમાન્ડ કંટ્રોલ રૂમમાં 11 પોલીસ કર્મચારી,એક અનાર્મ પી.એસ.આઇ,એક વાયરલેસ પી.એસ.આઈ, તેમજ 9 એન્જીનીયર મળી કુલ 22નો સ્ટાફ સીસીટીવી કેમેરા પરથી શહેરની ગતિવિધિઓ પર બારીકાઈથી નજર રાખી રહ્યા છે.