પાટણ શહેરમાં વસતા શ્રીમાળી સામવેદી બ્રાહ્મણો તેમજ યજુર્વેદી બ્રાહ્મણો દ્વારા વર્ષોની (Mada Satam in Patan) પરંપરા મુજબ મડા સાતમની ઉજવણી કરવામાં આવી હતી. સમાજના લોકોએ કુળદેવી બિંદુક્ષણી માતાની પૂજા-અર્ચના કરી હતી. લોકોએ માતાજીનું વાહન ગણાતી નનામી પર બેસી વર્ષ દરમિયાન આરોગ્ય નિરોગી અને તંદુરસ્ત રહે તે માટેની પ્રાર્થના કરી હતી. (brahmin samaj celebrates Mada Satam)
આ સાતમનો ઈતિહાસ દરેક દેવી દેવતાઓ અલગ-અલગ વાહનો ઉપર આરૂઢ થયેલા હોય છે, જ્યારે પાટણમાં બિરાજમાન બિંદુક્ષણી માતા સબ ઉપર બિરાજમાન છે. તેથી તેને શબવાહિની માતા કહેવામાં આવે છે. જે ખરેખર આશ્ચર્યની બાબત છે, પરંતુ તેની પાછળ એક ઇતિહાસ વર્ણવાયેલો છે. વર્ષો પહેલા રોગચાળો ફાટી નીકળ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં લોકો મોતને ભેટ્યા હતા, ત્યારે આ રોગચાળાથી બચવા માટેએ સમયે શ્રીમાળી તેમજ યજુર્વેદી બ્રાહ્મણો દ્વારા કુળદેવી બિંદુક્ષણી માતાની પૂજા કરી નનામી મા મડુ મૂકી તેને ફેરવી હતી જેથી રોગચાળામાંથી મુક્તિ મળી હતી.(Mada Satam history)
વર્ષોની પરંપરા આજે પણ અકબંધ છેલ્લા ઘણા વર્ષોથી ચાલી આવતી આ પરંપરાને આજે પણ શ્રીમાળી બ્રાહ્મણ જ્ઞાતિ સમાજ દ્વારા જાળવી રાખવામાં આવી છે. મોટી સંખ્યામાં સમાજના લોકો માતાજીના મંદિરે ભેગા થઇ પૂજા-અર્ચના કરે છે. તેમજ પ્રતીકરૂપે બનાવેલી નનામી ઉપર બેસી વર્ષ દરમિયાન આરોગ્ય નિરોગી અને તંદુરસ્ત રહે તે માટેની પ્રાર્થના કરે છે. (Mada Satam 2022)
આધુનિક યુગમાં પણ જાળવી રાખી છે પરંપરા આદ્યશક્તિની આરાધનાનું પર્વ નવરાત્રી હાલ પૂરી થઈ ગઈ છે, ત્યારે વિવિધ સમાજમાં રહેલી જૂની પ્રથા અને પરંપરાઓ આજે પણ અકબંધ જોવા મળે છે. આધુનિક યુગ હોવા છતાં સમાજમાં રહેલી જૂની પરંપરાઓ પ્રથાઓ અને કરવઠાને લોકો આજે પણ શ્રદ્ધા પૂર્વક પુરા કરે છે. ત્યારે પાટણમાં પણ વર્ષોની મડા સાતમની પરંપરા આજે પણ શ્રીમાળી સામવેદી બ્રાહ્મણો દ્વારા જાળવી રાખવામાં આવી છે. (shrimali brahmin samaj)