- પાટણ સહિત જિલ્લામાં કોરોના બેકાબું
- કોરોનાથી રક્ષણ મેળવવા માટે લોકો પહોંચ્યા રસી લેવા
- રસીકરણ કેન્દ્ર પર જોવા મળી લાંબી લાઈનો
પાટણ: જિલ્લામાં બેકાબૂ બનેલા કોરોના વાઇરસનું સંક્રમણ સતત વધી રહ્યું છે. રોજેરોજ વધતા કેસોને કારણે તંત્રની પણ ચિંતામાં વધારો થયો છે. એક અઠવાડિયામાં કોરોનાએ સતત બીજીવાર બેવડી સદી કરી છે. જેને લઇને લોકોમાં ભય જોવા મળી રહ્યો છે. આ સંક્રમણ સામે રોગપ્રતિકારક શક્તિ વધારવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા શહેરમાં સિવિલ હોસ્પિટલ અર્બન હેલ્થ સેન્ટર 1,શિશુ મંદિર, રેડ ક્રોસ સહિત સાત સ્થળો પર રસીકરણ કેમ્પો કાર્યરત કરવામાં આવે છે જેમાં નાગરિકોએ જાગૃત થતા દાખવી છે અને પોતપોતાના વિસ્તારમાં નજીકના રસીકરણ કેન્દ્રો પર જઈ કોરોના પ્રતિરોધક રસી લઇ રહ્યા છે.
પાટણ શહેરમાં છેલ્લા 20 દિવસથી સરેરાશ 20 થી વધુ કેસો નોંધાઈ રહ્યા છે, જેથી શહેરીજનો રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે રસીકરણ કેમ્પો પર રસી લેવા માટે ઉમટી પડતા લાંબી લાઇનો લાગે છે છતાં પણ કલાકો સુધી લાઈનમાં ઊભા રહીને પણ લોકો રસી લઈ રહ્યા છે.