ETV Bharat / state

leh ladakh tour on bike : પાટણના સાહસિક યુવાને લેહલદાખની જોખમી યાત્રા ગણઁતરીના દિવસમાં પૂર્ણ કરી - Bike tour of Lehldakh

યુવા પેઢીના મનોમસ્તિષ્કમાં સવાર ફિલ્મી ઝનૂન ક્યારેક સાહસનો માર્ગ પણ પકડાવી શકે છે. પાટણના યુવાન જય ત્રિવેદી (Patan Youth Jay Trivedi) માટે આ વાત એકદમ સાચી છે. તેણે એક ફિલ્મમાં લેહલદ્દાખના દ્રશ્યો જોયાં તો નિર્ધાર કર્યો હતો કે પોતે ત્યાં બાઈક પર જશે. આખરે વર્ષો બાદ તેની મનેચ્છા ફળીભૂત થઇ. જોકે તેને માર્ગમાં (leh ladakh tour on bike) કેવા કેવા અનુભવ થયાં તે જાણવું રસપ્રદ બનશે.

leh ladakh tour on bike : પાટણના સાહસિક યુવાને લેહલદાખની જોખમી યાત્રા ગણઁતરીના દિવસમાં પૂર્ણ કરી

author img

By

Published : Jul 23, 2022, 2:58 PM IST

પાટણ - પાટણના યુવાન જય ત્રિવેદીએ (Patan Youth Jay Trivedi) પોતાના મિત્રો સાથે પાટણથી લેહલદાખ સુધીની 4688 કિલોમીટરની બાઈક યાત્રા (leh ladakh tour on bike) 15 દિવસમાં સફળ રીતે પૂર્ણ કરી પોતાના પરિવાર અને પાટણ શહેરનું નામ રોશન કર્યું છે. જેથી પરિવારજનોમાં અનેરી ખુશી સાથે આનંદની લાગણી જોવા મળી રહી છે. 15 દિવસની જોખમભરી બાઈક યાત્રા (Bike tour of Lehldakh ) પૂર્ણ કરીને યુવાન પોતાના વતન પાટણ ખાતે આવી પહોંચતા પરિવારજનોમાં અનેરો આનંદ જોવા મળ્યો હતો.

ફિલ્મમાં લેહલદ્દાખના દ્રશ્યો જોયાં તો નિર્ધાર કર્યો હતો કે પોતે ત્યાં બાઈક પર જશે

પાટણમાં રેલવે કર્મચારીના દીકરાનું અનેરૂ સાહસ-અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી તે કહેવતને પાટણના સાહસિક યુવાને સાર્થક કરી છે. પાટણ શહેરના દવેના પાડામાં રહેતા અને ભારતીય રેલવેમાં લોકો પાયલોટ તરીકે ફરજ બજાવતા પરેશભાઈ ત્રિવેદીનો દીકરા જયે (Patan Youth Jay Trivedi)પોતાના બાઈક ઉપર અમદાવાદના 11 યુવાનો સાથે પાટણથી લેહ લદાખની બાઈક યાત્રા (leh ladakh tour on bike) 30 જૂનના રોજ શરૂ કરી હતી. જેમાં અંદાજે 4,688 કિલોમીટરનું અંતર કાપ્યું હતું. આ સાહસિક બાઈક ચાલક યુવાને 15 દિવસની આ યાત્રા (Bike tour of Lehldakh ) નિડરતાપૂર્વક પૂર્ણ કરી હતી જેમાં વિવિધ અનુભવો થયા હતા તો અનેક અગવડો અને દુર્ગમ રસ્તાઓ ઉપરથી પસાર થવું પડ્યું હતું.

ભારતીય સેનાએ માર્ગદર્શન સાથે સહયોગ આપ્યો- કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી તે કહેવતને સાર્થક કરી ભારતીય સેનાની મદદથી (Indian Army Cooperation in Tour) સાહસપૂર્ણ રીતે આ સફળ સરળતાથી પૂર્ણ કરી હતી. યાત્રા દરમિયાન 17982 ફૂટ ઊંચાઈનું ભયાનક ચડાણ પર કરી અંતે મંજિલે પહોંચ્યાનો સંતોષ તેણે (Patan Youth Jay Trivedi)મેળવ્યો હતો. યાત્રાના માર્ગમાં(leh ladakh tour on bike) કારગિલ મેમોરિયલ, ચાંગલપાસ જેવા અનેક સ્થળોની મુલાકાત લઈ જાણકારી મેળવી હતી. 15 દિવસની જોખમી બાઈક યાત્રા પૂર્ણ કરી યુવાન માદરે વતન ખાતે આવી પહોંચતા પરિવારજનોમાં અનેરી ખુશી જોવા મળી હતી. બાઈક યાત્રા સફળ પૂર્ણ થતા યુવકે પોતાના કુળદેવતા મુક્તેશ્વર મહાદેવની અભિષેક પૂજા કરી સમગ્ર યાત્રાનો શ્રેય ભગવાનને આપ્યો હતો.

ફિલ્મમાં દર્શાવાયેલા દ્રશ્યો જોઈને આ સ્થળનો પ્રવાસ કરવાનો કર્યો હતો નિર્ધાર- બાઈક ઉપર આટલો મોટો પ્રવાસ ખેડનાર જય ત્રિવેદીએ (Patan Youth Jay Trivedi)જણાવ્યું હતું કે પાંચ વર્ષ અગાઉ એક ફિલ્મમાં લેહ લદાખના દ્રશ્યો દર્શાવવામાં આવ્યા હતાં. જે જોઈને આ સ્થળ ઉપર બાઈક લઈને જવાનો નિર્ધાર કર્યો હતો. પરંતુ એ સમયે કોઈ યોગ્ય ગ્રુપ ન મળતા પ્રવાસ થઈ શક્યો ન હતો. ત્યારબાદ youtube ઉપર સર્ચ કરીને આ જગ્યાએ કઈ રીતે જઈ શકાય તે માટેની જાણકારી મેળવી હતી. ત્યારબાદ અમદાવાદનું ગ્રુપ મળતા આ પ્રવાસ (leh ladakh tour on bike) કર્યો હતો. માર્ગમાં ચોમાસુ હોવાથી વરસાદનો સામનો કરવો પડ્યો હતો. શ્રીનગર પહોંચ્યા ત્યારે અમરનાથ જવાના માર્ગ ઉપર ભારતીય સેના દ્વારા સૌ પ્રથમ યાત્રીઓને પ્રાધાન્ય આપવામાં આવતું હતું .ત્યારબાદ અન્ય નાગરિકોને પણ સરળતાથીપૂર્વક સહયોગ (Indian Army Cooperation in Tour)આપવામાં આવ્યો હતો અનેક મુશ્કેલીઓ વેઠીને જ્યારે મંજિલે પહોંચ્યા ત્યારે એક અનેરો રોમાંચ થયો હતો. ફિલ્મોમાં જોયેલી હકીકત કરતા નજરે જોતા વાસ્તવિકતા અલગ જોવા મળી હતી. દરેક યુવાનોએ આવા સ્થળોની અચૂક મુલાકાત લેવી જોઈએ.

આ પણ વાંચોઃ જો તમે અમરનાથ યાત્રા પર જઈ રહ્યા છો તો આ માર્ગદર્શિકાની જાણકારી જરૂરી, બાકી પડી શકે છે મુશ્કેલી

બાળકના સાહસને પ્રોત્સાહન આપવું જોઈએ : પરેશ ત્રિવેદી - જયના પિતા પરેશભાઈ ત્રિવેદીએ જણાવ્યું હતું કે નાનપણથી જ પોતાના દીકરાને કંઈક અલગ કરવાનો શોખ છે. પાંચ વર્ષ પહેલા તેણે (Patan Youth Jay Trivedi)બાઈક ઉપર લેહ લદાખનો પ્રવાસ(leh ladakh tour on bike) ખેડવા જણાવ્યું હતું. અમે તેના સાહસને બિરદાવ્યું હતું, પરંતુ કોઈ યોગ્ય ટીમ ન હોવાને કારણે એ વખતે પ્રવાસમાં મોકલ્યો ન હતો. પરંતુ ત્યારબાદ અમદાવાદનું સારું ગ્રુપ મળતા અમોએ તેને આ પ્રવાસ ખેડવા માટે પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. અમને આનંદ છે કે અમારો દીકરો અનેક મુશ્કેલીઓ વેઠીને પણ પોતાનો જે નિર્ધાર હતો તે પૂર્ણ કર્યો છે. દરેક માતાપિતાએ પોતાના સંતાનોના સાહસને પ્રોત્સાહન આપવું જોઈએ.

આ પણ વાંચોઃ Hajj on Cycle : આ શખ્સ સાયકલ પર નિકળી પડ્યો હજ પર, વીડિયો થયો વાયરલ

યુવાનની સાહસિકતા યુવાનો માટે પ્રેરણા રૂપ બની -બાઈક પર લેહ લદાખની (leh ladakh tour on bike) 17982 ફીટ ઊંચાઈ સર કરનાર પાટણનો પ્રથમ યુવાન (Patan Youth Jay Trivedi)હોવાનું માનવામાં આવી રહ્યું છે. તેની આ સાહસિકતા (Bike tour of Lehldakh ) હાલના યુવાનો માટે પ્રેરણા રૂપ બની છે. શહેરના લોકો તેના જોમજુસ્સાને વધાવી રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.