ETV Bharat / state

પાટણ : ખાનગી હોસ્પિટલ્સમાં રેમડેસીવીર ઇન્જેક્શનની અછત - patan

પાટણ શહેર સહિત જિલ્લામાં કોરોનાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. પોઝિટિવ દર્દીઓમાં એકાએક વધારો થતા રેમડેસીવીર ઇન્જેક્શનની ભારે અછત સર્જાઈ હતી. મોટા પ્રમાણમાં કાળા બજારી થતાં જિલ્લા વહીવટીતંત્રએ ઇન્જેક્શનો ઓનલાઇન મળી રહે તે માટે પોર્ટલ બનાવી તેમાં 28 ખાનગી હોસ્પિટલોનો સમાવેશ કર્યો હતો. પરંતુ ચાર જ દિવસ વ્યવસ્થા જળવાઇ હતી. સોમવારથી ઇન્જેક્શનની અછત સર્જાઇ હોવાથી ખાનગી હોસ્પિટલોને ઇન્જેક્શનનો જથ્થો નહીં ફાળવતાં જે તે હોસ્પિટલમાં દાખલ દર્દીઓની હાલત કફોડી બની હતી. તેમના સ્વજનોને ઈન્જેકશન માટે ફાંફાં મારવા પડ્યા હતા.

પાટણની ખાનગી હોસ્પિટલ્સમાં રેમડેસીવીર ઇન્જેક્શનની અછત

author img

By

Published : Apr 19, 2021, 8:54 PM IST

  • પાટણની ખાનગી હોસ્પિટલોમાં રેમડેસીવીર ઇન્જેક્શન આપવાનું કલેકટરે કર્યું બંધ
  • કલેક્ટર દ્વારા કરાયેલી વ્યવસ્થા ખોરવાઈ કે પછી ઇન્જેક્શનની ફરી સર્જાયેલી અછત
  • ગંભીર સ્થિતિમાં દાખલ કોરોનાગ્રસ્ત દર્દીઓની હાલત બની કફોડી
  • વહીવટી તંત્રના અધિકારીઓએ જવાબ આપવાનું ટાળ્યું
  • જિલ્લા કલેક્ટરે ફોન પણ રિસીવ ન કર્યા

પાટણઃ જિલ્લામાં એમ્બેસી ઇન્જેક્શન દર્દીઓને સરળતાથી મળી રહે તે માટે જિલ્લા કલેક્ટરે પાટણ આઇએમઓ, ફિઝિશિયન એસોસિએશન, રેડક્રોસના તબીબોની 14 એપ્રિલના રોજ તાત્કાલિક બેઠક યોજી હતી. વહીવટી તંત્ર દ્વારા એક પોર્ટલ તૈયાર કરી તેની મદદથી ઓનલાઈન ઇન્જેક્શન મળી રહે તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવી હતી. આ પોર્ટલમાં પાટણની 25 ખાનગી હોસ્પિટલ્સના તબીબો તેમજ ત્રણ રાધનપુરની ખાનગી હોસ્પિટલ્સના મળી 28નું રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું.

પાટણની ખાનગી હોસ્પિટલ્સમાં રેમડેસીવીર ઇન્જેક્શનની અછત

આ પણ વાંચોઃ સુરતમાં રેમડેસીવીર ઇન્જેક્શન મેળવવા એક અઠવાડિયાથી લાગી રહી છે લાંબી લાઈન

સરળતાથી ઓનલાઇન ડેટા મોકલી ઇન્જેક્શન મેળવી શકતા હતા

આ ખાનગી હોસ્પિટલના તબીબો પોતાની હોસ્પિટલમાં દાખલ કોરોનાગ્રસ્ત દર્દીઓની જરૂરિયાત મુજબ સરળતાથી ઓનલાઇન ડેટા મોકલી ઇન્જેક્શનો મેળવી શકતા હતા. ચાર દિવસના સુચારું આયોજન બાદ આ વ્યવસ્થા પડી ભાંગી હોય કે પછી ઈન્જેક્શનની અછત સર્જાઈ હોવાથી સોમવારથી જિલ્લા કલેક્ટર દ્વારા ખાનગી હોસ્પિટલ્સને ઇન્જેક્શનો આપવાનો નનૈયો ભણી દીધો હોવાનું પાટણના કેટલાક ખાનગી હોસ્પિટલના તબીબોએ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું.

પાટણની ખાનગી હોસ્પિટલ્સમાં દાખલ દર્દી માટે રેમડેસીવીર ઇન્જેક્શનની અછત

આ પણ વાંચોઃ વાપીમાં રેમડેસીવીરની કાળા બજારી કરતા 2 શખ્સોની SOGની ટીમે ધરપકડ કરી

ઇન્જેક્શન ના મળતા સારવાર લઈ રહેલા દર્દીઓની હાલત કફોડી બની છે

જિલ્લા કલેક્ટરના એકાએક આ નિર્ણયથી પાટણની ખાનગી હોસ્પિટલ્સમાં સારવાર લઈ રહેલા ગંભીર સ્થિતિ વાળા દર્દીઓની હાલત કફોડી બની છે. જોકે આ મામલે જિલ્લા વહીવટી તંત્રના જવાબદાર અધિકારીઓ અને બેઠકમાં ઉપસ્થિત તબીબોએ આ નિર્ણય કલેક્ટરનો હોવાનું જણાવી જવાબ આપવાનું ટાળ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.