- મકાનના રીપેરીંગ કામ દરમિયાન પડોશમાં આવેલી દિવાલ પડતા 1નું મોત
- ઘટનાના પગલે લોકો ટોળે વળ્યાં
- ઇજાગ્રસ્તોને હોસ્પિટલ સારવાર માટે લઇ જવાયા
- પાલિકાની ટીમ પહોંચી ઘટના સ્થળે
પાટણ: પાટણ શહેરના ભઠ્ઠીના માઢ વિસ્તારમાં મકાનના રીપેરીંગ કામ સમયે બાજુના મકાનની દિવાલ પડતાં ત્રણ મજુરો દટાયા હતાં. જેમાં એકનું મોત થયુ હતું, જ્યારે બે મજુરો ગંભીર રીતે ઇજાગ્રસ્ત બનતાં સારવાર માટે ધારપુર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં.
આ પણ વાંચો: સુરતમાં દિવાલ ધસી પડતા 4 શ્રમિકોનાં મોત, 3 ઈજાગ્રસ્ત
2 મજૂરો ઈજાગ્રસ્ત
બનાવને પગલે નગરપાલિકા ફાયર બ્રિગેડની ટીમ અને પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. બચાવ અને રાહત કામગીરી હાથ ધરી હતી. દુર્ઘટનાની જાણ થતાં મૃતક અને ઇજાગ્રસ્તોના પરીવારોએ ઘટના સ્થળે કરૂણ કલ્પાંત કરતાં ભારે ગમગીની છવાઇ હતી. મકાનની દીવાલ ધરાશાયી થતા બીપીનભાઇ બાલુભાઇ સાધુ સહિત અન્ય એક મજુરને ગંભીર ઇજાઓ થઇ હતી . જેઓને કાટમાળમાંથી બહાર કાઢી ધારપુર સિવિલ હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.