પાટણ: મકરસંક્રાતના પર્વમાં લોકો પતંગની મજા માણતા હોય છે પણ પતંગ ચગાવવા માટે વપરાતી દોરી પક્ષીઓ માટે ઘાતક પુરવાર થતી હોય છે. તેવી જ રીતે દર વર્ષની જેમ આ વર્ષે પણ ઘણા પક્ષીઓ ઇજાગ્રસ્ત થયાની ઘટના સામે આવી છે. આ પ્રકારની ઘટના પર રોક લગાવા માટે સરકાર દ્વારા કરુણા અભિયાન (karuna abhiyan 2022 ) ચલાવામાં આવે છે. આ અભિયાન અંતર્ગત પાટણમાં નવ તાલુકા મથકો પર પક્ષી કલેક્શન સેન્ટરો કાર્યરત કરવામાં આવ્યા હતા. આ સાથે જિલ્લા વન સંરક્ષકની કચેરી (Forest Conservation Office patan) ખાતે પક્ષી રેસ્ક્યુ સેન્ટર પણ કાર્યરત કરવામાં આવ્યુ હતું.
10પક્ષીઓના મોત થયા
મકરસંક્રાતના પર્વના ખાસ અવસર પર આ સેન્ટરો પર બે દિવસમાં પતંગના દોરાથી ઇજાગ્રસ્ત થયેલા ઘણા પક્ષીઓને સારવાર આપવામાં આવી છે. જેમાં કબૂતર પોપટ, સમડી, કોયલ,આઈલિશ,ગ્રીનબી ઈટર, પેઇન્ટેડ સ્ટોર્ક સહિતના 63 ઇજાગ્રસ્ત પક્ષીઓને સારવાર આપવામાં આવી હતી. આ સાથે ઘાતક દોરાથી 10પક્ષીઓના મોત થયા હતા. જો આપણે ગત વર્ષની સરખામણી 2022 સાથે કરીએ તો આ વર્ષે ઇજાગ્રસ્ત પક્ષીઓની સંખ્યામાં ઘટાડો થયો છે.
2019માં 150 પક્ષીઓ 2021માં 70 પક્ષીઓ ઘાયલ થયા હતા
વર્ષ 2019માં 150 પક્ષીઓ 2021માં 70 પક્ષીઓ પતંગ દોરાથી ઇજાગ્રસ્ત થયા હતા, ત્યારે વિવિધ સંસ્થાઓ અને સરકાર દ્વારા ચલાવવામાં આવેલા અભિયાનને કારણે લોકોમાં આવેલી જાગૃતિને લીધે ચાલુ વર્ષે પક્ષીઓના ઘાયલ થવાના બનાવો ઓછા બન્યા છે.
આ પણ વાંચો: