ETV Bharat / state

'ચૂંટણી પહેલાં લાગતું હોય છે કે ભાજપનો સફાયો થઈ જશે, પરંતુ સફાયો કોંગ્રસનો જ થઈ જાય છે': કોંગી ધારાસભ્યનો ધડાકો - કોંગ્રેસમાં આયોજનનો અભાવ

છેલ્લા 25 વર્ષથી રાજ્યમાં સત્તા માટે તરસી રહેલી કોંગ્રેસ ફરી એક વાર આગામી વિધાનસભાની ચૂંટણીની (Assembly elections) તૈયારીમાં લાગી છે. ત્યારે પાટણ જિલ્લામાં કોંગ્રેસના કાર્યકારી પ્રદેશ પ્રમુખ હાર્દિક પટેલની અધ્યક્ષતામાં પાટણ તાલુકા કોંગ્રેસ સમિતિની કારોબારીની બેઠક (Executive meeting of Patan Taluka Congress Committee) યોજાઈ હતી, જેમાં વિધાનસભાની ચૂંટણી (Assembly elections) પૂર્વે કોંગ્રેસના માળખાને મજબૂત કરવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. તો અહીં હાર્દિક પટેલે ભાજપ (BJP) અને આમ આદમી પાર્ટી (AAP) પર પ્રહાર કર્યા હતા.

'ચૂંટણી પહેલાં લાગતું હોય છે કે ભાજપનો સફાયો થઈ જશે, પરંતુ સફાયો કોંગ્રસનો જ થઈ જાય છે': કોંગી ધારાસભ્યનો ધડાકો

author img

By

Published : Jul 9, 2021, 9:42 AM IST

Updated : Jul 9, 2021, 10:08 AM IST

  • પાટણમાં પ્રદેશ કાર્યકારી કોંગ્રેસ પ્રમુખ હાર્દિક પટેલના અધ્યક્ષસ્થાને યોજાઈ બેઠક (Executive meeting of Patan Taluka Congress Committee)
  • કોંગ્રેસની બેઠકમાં સોશિયલ ડિસ્ટન્સના (Social Distance) ઉડ્યા ધજાગરા
  • ચૂંટણી પહેલા લાગે કે ભાજપનો સફાયો થશે પણ છેવટે પ્રજા આપણો સફાયો કરે છેઃ ધારાસભ્ય કિરીટ પટેલ
  • આમ આદમી પાર્ટી (AAP) ગુજરાતમાં ભાજપને મદદ કરવા આવી છેઃ હાર્દિક પટેલ
  • આગામી વિધાનસભાની ચૂંટણીમાં (Assembly elections) કોંગ્રેસ 125 બેઠક પર ભવ્ય વિજય મેળવશેઃ હાર્દિક પટેલ
  • ભાજપ (BJP) પાસેથી આપણે ઘણું શીખવાનું છે: કિરીટ પટેલ
  • કોંગ્રેસમાં શિસ્ત અને આયોજનનો અભાવ છે: ડો. કિરીટ પટેલ
  • કોરોના મહામારીમાં મૃત્યુ પામેલા લોકોને મૌન પાળી શ્રધ્ધાંજલિ અર્પણ કરી

પાટણઃ છેલ્લા 25 વર્ષથી રાજ્યમાં સત્તા માટે તરસી રહેલી કોંગ્રેસ ફરી એક વાર આગામી વિધાનસભાની ચૂંટણીની (Assembly elections) તૈયારીમાં લાગી છે. ત્યારે પાટણમાં જિલ્લા કોંગ્રેસ કાર્યાલયમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલની અધ્યક્ષસ્થાને એક બેઠક યોજાઈ હતી, જેમાં વિવિધ મુદ્દાઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં કિરીટ પટેલ અને હાર્દિક પટેલ બંનેએ ભાજપ પર પ્રહાર કર્યા હતા. કિરીટ પટેલે જણાવ્યું હતું કે, દર વખતે ભાજપના સફાયાના સપનાં જોઈએ છે પણ જનતા તો કોંગ્રેસનો જ સફાયો કરી દે છે. તો બીજી તરફ હાર્દિક પટેલે આમ આદમી પાર્ટીને ભાજપની બી ટીમ ગણાવી હતી. આ સાથે હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, આગામી વિધાનસભાની ચૂંટણીમાં (Assembly elections) કોંગ્રેસની જ સરકાર આવશે અને કોંગ્રેસ 125 બેઠક જીતશે.

આ પણ વાંચોઃ Expansion of Modi cabinet: ગુજરાતની ચૂંટણીમાં ફાયદો કરાવશે, વિપક્ષોનો આક્ષેપ કે હેડલાઈનમાં રહેવા માટેનું વિસ્તરણ છે

પ્રજા હેરાન છે તેમ છતાં ભાજપને જ વોટ આપે છેઃ કિરીટ પટેલ (MLA Dr. Kirit Patel)

આ બેઠકમાં કોંગ્રેસના ધારાસભ્ય ડો. કિરીટ પટેલે (MLA Dr. Kirit Patel) જણાવ્યું હતું કે, ભાજપના શાસનમાં ખેડૂતો, વેપારીઓ, શિક્ષિત બેરોજગારો સહિત દરેક લોકો હેરાન છે. ચૂંટણીઓ પહેલા ભાજપનો સફાયો થઈ જશે તેવું ચિત્ર ઉભું થાય છે પણ છેવટે આપણો જ સફાયો થાય છે. આવું કેમ થાય છે તેના ઉપર મનોમંથન કરવા કાર્યકરોને શિખ આપી હતી. આ સાથે જ તેમણે ઉમેર્યું હતું કે, આપણી અંદર શિસ્તનો અભાવ છે. આયોજનપૂર્વક કામગીરી થતી નથી. હોદ્દો લઈ બેસી રહેવાના બહાને પક્ષ દ્વારા આપવામાં આવેલી કામગીરી નિભાવી પક્ષને વફાદાર રહીશું તો જ આગામી વિધાનસભાની ચૂંટણીમાં પક્ષને મજબૂત બનાવી શકીશું. તો આ બેઠક દરમિયાન રાજ્યમાં કોરોના મહામારીના કારણે અવસાન પામેલા કોંગ્રેસના આગેવાનો કાર્યકરો અને અન્ય લોકોને શ્રદ્ધાંજલિ આપવા 2 મિનીટનું મૌન પાળવામાં આવ્યું હતું.

કોંગ્રેસની બેઠકમાં સોશિયલ ડિસ્ટન્સના ઉડ્યા ધજાગરા

આ પણ વાંચોઃ Gujarat Assembly Election 2022 - ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખની અધ્યક્ષતામાં યોજાઇ કોંગ્રેસ કારોબારી બેઠક

ચૂંટણીઓ આવે છે ત્યારે ત્રીજી અને ચોથી રાજકીય પાર્ટીઓ તૈયાર કરી ભાજપ પોતાનો સ્વાર્થ સાધે છેઃ હાર્દિક પટેલ

હાર્દિક પટેલે (Hardik Patel) ભાજપ પર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે, જ્યારે જ્યારે ચૂંટણીઓ આવે છે ત્યારે ત્રીજી અને ચોથી રાજકીય પાર્ટીઓ તૈયાર કરી ભાજપ પોતાનો સ્વાર્થ સાધી લે છે. આમ આદમી પાર્ટી પણ ભાજપને મદદ કરવા અને નારાજ મતદારો માટે બનાવવામાં આવી છે. આજ દિન સુધી ગુજરાતના મતદારોએ ત્રીજી પાર્ટીને કોઈ સ્થાન આપ્યું નથી. જોર પકડી રહેલા જ્ઞાતિવાદના રાજકારણને ગુજરાત માટે ઘાતક જણાવી ઉમેર્યું હતું કે, ભારતના બંધારણમાં કોઈ સમાજ કે જ્ઞાતિના વ્યક્તિને જ મુખ્યપ્રધાન બનાવવામાં આવે તેવી વાતને કોઈ સ્થાન નથી. કોંગ્રેસ પક્ષના સંગઠનને વધુ મજબૂત કરવા મહિલા કોંગ્રેસ, યૂથ કોંગ્રેસ, NSUI કિસાન કોંગ્રેસ સહિત વિવિધ સેલના આગેવાનો અને કાર્યકરો દ્વારા બેઠકો કરી આયોજન થકી વધુમાં વધુ લોકો કોંગ્રેસમાં જોડાય તેવા પ્રયત્નો કરવા, ધારાસભ્ય સાથે બેઠકો કરી તેઓના પ્રશ્નો ઉકેલવા ઉપર ભાર મુકી આગામી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટી વિજય બને તે દિશામાં પ્રયાસો કરવા હાકલ કરી હતી. જોકે, પાટણ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે યોજાયેલી પાટણ તાલુકા કોંગ્રેસ કારોબારી સમિતિની બેઠકમાં (Executive meeting of Patan Taluka Congress Committee) સરકારની ગાઇડલાઇનનો ભંગ થયેલો જોવા મળ્યો હતો કોંગ્રેસ આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં એકત્ર થતાં સામાજિક અંતર (Social Distance) જળવાયું ન હતુ.

Last Updated : Jul 9, 2021, 10:08 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.