● પાટણ મુખ્ય પોસ્ટ ઓફિસ ખાતે વીમા એજન્ટો માટે ઇન્ટરવ્યૂ પ્રક્રિયા હાથ ધરાઈ
● જિલ્લામાંથી બેરોજગારો અને નિવૃત્ત ઉમેદવારો ઇન્ટરવ્યૂ પ્રક્રિયામાં જોડાયા
પાટણઃ ટપાલ વિભાગ દ્વારા ટપાલ જીવન વીમા અને ગ્રામીણ ટપાલ જીવન વીમા એજન્ટોની નિમણૂક પ્રક્રિયા હાથ ધરવા માટે વોક ઇન ઈન્ટરવ્યૂનું મુખ્ય પોસ્ટ ઓફિસ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં ઉમેદવારોએ ભાગ લીધો હતો.
ભારતીય ટપાલ વિભાગ દ્વારા સમગ્ર પોસ્ટ વિભાગને આધુનિક ટેકનોલોજી સાથે જોડી બેંન્કિગ સુવિધાઓની સાથે સાથે હવે જાહેર ક્ષેત્રની વીમા કંપનીઓની હરોળમાં પોસ્ટ જીવન વીમા અને ગ્રામીણ પોસ્ટ વીમા યોજના અમલમાં મુકવામાં આવી છે. પોસ્ટલ વિભાગની આ વીમા યોજનામાં PLIમાં સરકારી અને અર્ધસરકારી કર્મચારીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.
વોક ઈન ઈન્ટરવ્યુંનું આયોજન કરવામાં આવ્યું
જ્યારે ગ્રામીણ પોસ્ટલ વીમા યોજનામાં જિલ્લાના દરેક ગ્રામ્ય વિસ્તારમાં વસતાં ગ્રામજનોને વીમા યોજના હેઠળ આવરી લેવા માટે આ નવતર અભિગમ અપનાવવામાં આવ્યો છે, ત્યારે આ બંને વીમા યોજનાઓમાં એજન્ટો દ્વારા વધુમાં વધુ લોકો પોસ્ટલ વીમા યોજના સાથે સંકળાય તે માટે પાટણની મુખ્ય પોસ્ટ ઓફિસ ખાતે વોક ઈન ઈન્ટરવ્યુ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.
આ ઈન્ટરવ્યુમાં બેરોજગાર ઉમેદવારો, નિવૃત્ત કર્મચારીઓ સહિતના લાયકાત ધરાવતા ઉમેદવારોએ ભાગ લીધો હતો.