9 ડિસેમ્બરે ઈન્ટરનેશનલ એન્ટી કરપ્શન દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસે સમગ્ર વિશ્વમાં તજજ્ઞો દ્રારા ભ્રષ્ટાચાર રોકવા માટે ના કાર્યક્રમો કરી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવે છે. ત્યારે પાટણ ACB કચેરી દ્રારા શહેરની પીકે કોટાવાલા આર્ટ્સ કૉલેજમાં ભ્રષ્ટાચાર અંગે યુવાનોમાં જાગૃતિ આવે તે માટે નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ માસ સિનિયર સિવિલ જજ વિશાલ ગઢવીએ દેશને ખતમ કરી રહેલા ભ્રષ્ટાચારને ખતમ કરવા યુવાનોને અનુરોધ કાર્યો હતો. સાથે આવા ગુનાઓને ન્યાય તંત્ર પણ ગંભીરતાથી ધ્યાને લઈ રહ્યુ તેમ જણાવ્યું હતું.
પાટણ ACBના અધિકારી સોલંકીએ કઇ કઈ કચેરીઓમાં ભ્રષ્ટાચાર થઈ શકે છે અને તેને રોકવા માટે શું કરી શકાય તેં અંગેની વિસ્તૃત માહીતી આપી હતી.