ETV Bharat / state

પાટણમાં કોરોના વેક્સિન લીધા બાદ શરીરમાં ચુંબકીય અસરની ઘટના સામે આવી - megnatic effect news

પાટણમાં ભરત જોશી નામના વ્યક્તિએ કોરોના વ્યક્તિ લીધા બાદ પોતાનું શરીફ ચુંબકીય બન્યું હોવાની ઘટના વાઈરલ કરતા આ મામલે આરોગ્ય તંત્રના અધિકારીઓ વ્યક્તિના ઘરે દોડી ગયા હતા અને શરીર ઉપર પાવડર છાંટી ચેક કરતાં આવ્યા અને શરીર ઉપર ચુંબકીય અસર ને કઈ લેવાદેવા નથી પરંતુ પરસેવાના કારણે શરીર ઉપર ચીજવસ્તુઓ ચોટતી હોવાનો ખુલાસો કર્યો હતો

પાટણ
પાટણ
author img

By

Published : Jun 14, 2021, 11:04 PM IST

Updated : Jun 15, 2021, 10:09 AM IST

  • વેકિસન લીઘા બાદ ચુંબકીય અસરની ઘટના
  • પાટણમાં પણ સામે આવ્યો મેગ્નેટ મેનનો કિસ્સો
  • સ્ટીલના વાસણો , મોબાઇલ, સીક્કા સહિત શરીર પર ચીપકી રહ્યા છે

પાટણ: કોરોના વેકસીન લીધા બાદ શરીરમાં ચુંબકીય અસરો થતી હોવાના વિડિયો છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યા છે. જેનાથી પ્રેરાઇ પાટણમાં પણ કોરોના રસી લેનાર ભરત જોશી નામના વ્યક્તિએ પોતાના શરીર ઉપર અખતરો કરી ચમચી, ડીશ, મોબાઈલ ફોન જેવી ચીજ વસ્તુઓએ ચોંટાડતા તે ચોંટી ગઈ હતી. જેનો વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. ભરત જોશીએ જણાવ્યું હતું કે, બે-ત્રણ દિવસ પહેલા કોરોના રસી લીધી હતી પરંતુ વેક્સિંગથી કોઈ આડઅસર થઈ નથી તો સો ટકા લેવી જ જોઇએ તેવો મત વ્યક્ત કર્યો હતો.

પાટણમાં કોરોના વેક્સિન લીધા બાદ શરીરમાં ચુંબકીય અસરની ઘટના સામે આવી

આ પણ વાંચો: Covishield Vaccine લીધા બાદ શરીરમાં આવી ગયો Magnetic Power, વૃદ્ધનો અજીબોગરીબ દાવો

  • શરીરમાં ચુંબકીય ઘટનાનો વીડિયો વાયરલ થતાં આરોગ્ય તંત્ર દોડતું થયું
  • આરોગ્ય તંત્રના અધિકારીઓએ યુવકના ઘરે જઈ જાત નિરીક્ષણ કર્યું
  • પરસેવાથી ચીજ-વસ્તુઓ શરીર પર ચોંટતી હોવાનો આરોગ્ય તંત્રનો દાવો

હેલ્થ ઓફિસરની લેવાઈ મદદ

પાટણના યુવાનનો વીડિયો સોડિયલ મીડિયામાં વાયરલ થતા પાટણ તાલુકા હેલ્થ ઓફિસર ગૌરાગ પરમાર તેમના ઘરે દોડી ગયા હતા અને ભરત જોશીના શરીરને તપાસી પાવડર લગાવી ચીજવસ્તુઓ ચોંટાડવાની કોશિશ કરી હતી, પરંતુ ચોટી ન હતી જેને લઇ તેઓએ જણાવ્યું હતું કે, કોરોના વ્યક્તિ અને આ બનાવને કઈ લેવાદેવા નથી પરસેવાના કારણે ચીજવસ્તુઓ ચોટતી હશે.

Last Updated : Jun 15, 2021, 10:09 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.