પાટણઃ જિલ્લામાં કોરોના બેકાબુ બની કહેર વર્તાવી રહ્યો છે. સોમવારે ઉછાળા સાથે 31 નવા પોઝિટિવ કેસ પ્રકાશમાં આવ્યા છે. જિલ્લામાં 31 નવા કેસ સાથે કુલ આંક 458 થયો છે. જ્યારે પાટણ શહેરનો આંક 222 પર પહોંચ્યો છે.
![પાટણમાં એક જ દિવસમાં નવા 31 કેસ નોંધાયા, કુલ આંક 458 પર પહોંચ્યો](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/09:59:53:1595262593_gj-ptn-04-31cashcaseswereregisteredinonedayinpatan-photostory-7204891_20072020214918_2007f_1595261958_1049.jpg)
આ ઉપરાંત ચાણસ્મા તાલુકાના ખોરસમ અને કંબોઈ ગામમાં મુંબઈથી આવેલા 2 શખ્સો, ધીણોજ અને લણવા ગામમા 1-1 કેસ નોંધાયો છે. જ્યારે ચાણસ્મા શહેરમાં પ્રજાપતિવાસ અને કૃષ્ણ કુંજ સોસાયટી, સિદ્ધપુર શહેરમા ગંગાપુરામા 1 કેસ, નવાવાસમા 2 કેસ, સરસ્વતી તાલુકાના ધારુસણ ગામે, હારીજ તાલુકાના અડીયા ગામે, સાંતલપુર તાલુકાના કોલીવાડા ગામે, અને સિદ્ધપુર તાલુકાના સેદરાણા ગામે કેસ નોંધાયા છે. પાટણ 12, સિદ્ધપુરમાં 3, ચાણસ્મામા 2, ધારપુરમા 2, ધીણોજ લણવા ધારુસણ અડીયા, સંખારી, સેધા કોલીવાડા,એક એક કોરોનાના કેસ નોંધાયા છે.