ભારતના ચાર મુખ્ય સરોવરો પૈકીનું સિદ્વપુરમાં આવેલું બિંદુ સરોવર એ હિન્દુઓના પવિત્ર તીર્થોમાંનું એક છે. આ બિંદુ સરોવરમાં કાર્તિક, ચૈત્ર, અને ભાદરવામાં માતૃ શ્રાદ્ધ કરવામાં આવે છે. ભાદરવા વદ નોમના દિવસે દેશભરમાંથી આવેલા શ્રદ્ધાળુંઓએ માતૃ તર્પણ કરી પિંડદાન કર્યું હતું. પવિત્ર બિંદુ સરોવર ખાતે તીર્થ ગોર દ્વાર મંત્રોચ્ચાર સાથે શાત્રોક્ત વિધિથી સામુહિક માતૃતર્પણ વિધિ કરવામાં આવે છે.
રાજ્ય સરકાર દ્વારા બિંદુ સરોવર ખાતે શ્રદ્ધાળુઓ અને યાત્રિકો માટે તમામ પ્રકારની સુવિધાઓ ઉપલ્બદ્ધ કરવામાં આવી છે. અત્યારે શ્રાદ્ધ પક્ષ ચાલી રહ્યો છે. તેથી દેશભરમાંથી હજારો લાખોની સંખ્યામાં લોકો માતૃ તર્પણ કરવા શ્રદ્ધાળું આવતા હોય છે. ભગવાન કપિલ અને પરશુરામે પણ આ સ્થળે માતાની તર્પણ વિધિ કરી માતાનો ઉદ્ધાર કર્યો હતો. જેથી સિદ્ધભૂમિ એવી સિદ્ધપુરના બિંદુ સરોવરમાં શ્રદ્ધાળુઓ માતૃશ્રાદ્ધ વિધિ કરી ધન્યતા અનુભવે છે.
અર્પણ, તર્પણ અને સમર્પણના આ ત્રિવેણી સંગમનો મહિમા દર્શાવતા શ્રાદ્ધ પક્ષમાં લોકો આસ્થાથી માતૃ તર્પણ કરી પૂર્વજોને મોક્ષગતી આપ્યાની અનુભૂતિ કરે છે.