ETV Bharat / state

પાટણ જિલ્લામાંથી સાંજે વાવાઝોડું પસાર થશે

ગુજરાતના દરિયાકાંઠે ત્રાટકેલું વાવાઝોડુ સૌરાષ્ટ્ને તહસ-નહસ કરીને પાટણ જિલ્લા તરફ આગળ વધતા વહીવટી તંત્ર સજ્જ બન્યું છે. પાટણમાંથી મોડી સાંજ સુધી આ વાવાઝોડું પસાર થશે. ત્યારે લોકોને સાવચેત રહેવા વહીવટી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે. સાથે જ અધિકારી-કર્મચારીઓને સ્ટેન્ડબાય રહેવાના આદેશો આપવામાં આવ્યા છે.

પાટણ જિલ્લામાંથી સાંજે વાવાઝોડું પસાર થશે
પાટણ જિલ્લામાંથી સાંજે વાવાઝોડું પસાર થશે
author img

By

Published : May 18, 2021, 8:00 PM IST

  • વાવાઝોડાની ચાણસ્મા પાટણ સરસ્વતી સિદ્ધપુર તાલુકામાં વધુ અસર રહેશે
  • વાવાઝોડા દરમિયાન ચાર તાલુકાઓમાં 80થી 100ની ઝડપે પવન ફૂંકાશે
  • વહીવટી તંત્રએ જિલ્લા વાસીઓને ઘરમાં રહેવા કરી અપીલ

પાટણ: અરબી સમુદ્રમાં હવાનું હળવું દબાણ સર્જાતાં તૌકતે વાવાઝોડાની અસર સમગ્ર ગુજરાતમાં જોવા મળી રહી છે. વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠે ટકરાયું છે અને તેની અસર રાજ્યના બીજા જિલ્લાઓમાં પડી છે. ત્યારે પાટણ જિલ્લામાં પણ ઠંડા પવનો સાથે કાળા ડિબાંગ વાદળો વચ્ચે વરસાદ પડી રહ્યો છે. તૌકતે વાવાઝોડાએ દિશા બદલી છે અને હાલની પરિસ્થિતિ મુજબ વાવાઝોડુ સાંજે સાત વાગે પાટણ જિલ્લામાંથી પસાર થવાની સંભાવના રહેલી છે. ત્યારે ચાણસ્મા, પાટણ સરસ્વતી અને સિદ્ધપુર તાલુકામાં તેની અસર વધુ રહેશે. હાલમાં જિલ્લામાં 20થી 25 પ્રતિ કલાકની ગતિએ પવન ફૂંકાઇ રહ્યો છે.

આ પણ વાંચો: વલસાડમાં 7,000 હેકટરમાં વાવાઝોડાની અસરને પગલે કેરીનો પાક જમીનદોસ્ત

સાંજે સાત વાગ્યા સુધીમાં વાવાઝોડાની અસર શરૂ થશે

વાવાઝોડાને પગલે જિલ્લા કલેક્ટર સુપ્રીત સિંઘ ગુલાટી ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ ખાતે હાજર રહી સતત મોનીટરીંગ કરી રહ્યા છે. સાંજે સાત વાગ્યા સુધીમાં વાવાઝોડાની અસર શરૂ થશે. જેમાં ચાણસ્મા પાટણ સરસ્વતી અને સિદ્ધપુર તાલુકાઓમાં 80થી 100ની ઝડપે પવન ફૂંકાશે માટે કાચા મકાનોમાં રહેતા લોકો સલામત જગ્યાએ સ્થળાંતર કરે. વીજળીના થાંભલા અને જર્જરીત ઈમારતની આસપાસ ન રહેવા તેમજ આ સમય દરમિયાન લોકો પોતાના ઘરમાં રહે તેવી અપીલ જિલ્લા કલેકટર દ્વારા નાગરિકોને કરવામાં આવી છે.

પાટણ જિલ્લામાંથી સાંજે વાવાઝોડું પસાર થશે

આ પણ વાંચો: વડોદરામાં તૌકતે વાવાઝોડાનો પડકાર, ‘ખાખી’ હંમેશા છે તૈયાર

10 ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ પણ કાર્યરત કરવામાં આવ્યા

વાવાઝોડાને પગલે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રોડ રસ્તા ક્લિયર કરવા માટે નેશનલ હાઇવે ઓથોરિટી અને માર્ગ-મકાન, વીજ પુરવઠા માટે UGVCL, તેમજ ઓક્સિજન સપ્લાય માટે પોલીસ અને ડિઝાસ્ટરના અધિકારી-કર્મચારીઓને કાર્યરત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત જિલ્લામાં 10 ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ પણ કાર્યરત કરવામાં આવ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.