ETV Bharat / state

પાટણ: કાયદાનું પાલન કરાવવા અશ્વદળના જવાનો તૈનાત કરાયા

સામાજીક અંતર જાળવી કોરોના વાઈરસના સંક્રમણને આગળ વધતું અટકાવવા સમગ્ર દેશમાં લોકડાઉન લાદવામાં આવ્યું છે. ત્યારે શંખેશ્વર તાલુકાના પાડલા ગામે તેનો સુચારૂ અમલ ન થતો હોવાની રાવના પગલે શંખેશ્વર તાલુકાના અશ્વદળના પોલીસ જવાનો તૈનાત કરવામાં આવ્યા છે.

patan
patan
author img

By

Published : Mar 30, 2020, 10:36 PM IST

પાટણઃ સામાજીક અંતર જાળવી કોરોના વાઈરસના સંક્રમણને આગળ વધતું અટકાવવા સમગ્ર દેશમાં લોકડાઉન લાદવામાં આવ્યું છે. ત્યારે શંખેશ્વર તાલુકાના પાડલા ગામે તેનો સુચારૂ અમલ ન થતો હોવાની રાવના પગલે શંખેશ્વર તાલુકાના અશ્વ દળના પોલીસ જવાનો તૈનાત કરવામાં આવ્યા છે.

સમી પ્રાંત અધિકારી અમિતભાઈ પરમારને મળેલી લોકફરિયાદ મુજબ શંખેશ્વર તાલુકાના પાડલા ગામે ચોક્કસ સમયે ગામના લોકો મોટી સંખ્યામાં એકત્રિત થાય છે. જેને ધ્યાને લઈ પ્રાંત અધિકારીના માર્ગદર્શન હેઠળ તાલુકા વિકાસ અધિકારી દ્વારા શંખેશ્વર તાલુકા પોલીસ સ્ટેશનમાં જાણ કરતાં પાડલા ખાતે અશ્વ દળના પોલીસ જવાન તૈનાત કરવામાં આવ્યા છે.

ગામમાં લોકડાઉનનું સુચારૂ અમલીકરણ થાય અને ગ્રામજનો દ્વારા કલમ-૧૪૪નો ભંગ ન થાય તે માટે સર્વેલન્સ કરવામાં આવી રહ્યું છે. જિલ્લામાં લાગુ કલમ-૧૪૪ હેઠળના જાહેરનામાંના કડક અમલીકરણ માટે વહિવટી તંત્ર પ્રતિબદ્ધ છે ત્યારે તેનો ભંગ કરનાર વ્યક્તિ સામે કડકપણે પગલા લેવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.