યુનીવર્સીટી દ્વારા આજે વિદ્યાર્થીઓને સરળતાથી અભ્યાસને લગતી તમામ માહિતી સરળતાથી પોતાના મોબાઈલમાં જ મળી રહે તે હેતુ થી MY HNGU નામની મોબાઈલ એપ્લીકેશન લોન્ચ કરવામાં આવી છે. જેમાં પરીક્ષાની તારીખો, દરેક વિભાગોની માહિતી અને પરિણામસહીતની સઘળી માહિતીઓ વિદ્યાર્થી પોતાના મોબાઈલ થકી મેળવી શકશે.
આ એપથી વિદ્યાર્થીઓ તેમજ કર્મચારીઓના સમયનો પણ બચાવ થઇ શકશે. સાથે જ કામનું ભારણ પણ ઘટશે, તદ્ઉપરાંત 5 જિલ્લામાં સંકળાયેલ યુનીવર્સીટી સંલગ્ન કોલેજોના વિદ્યાર્થીઓને માહિતી મેળવવા પાટણ સુધી આવવા જવાનો સમય અને ખર્ચ પણ બચી શકશે જેને લઈ વિદ્યાર્થીઓમાં પણ આનંદ જોવા મળ્યો હતો.