ETV Bharat / state

ઓનલાઇન પરીક્ષા મામલે HNGUના વિદ્યાર્થીઓ સતત બીજા દિવસે પ્રતિક ભૂખ હડતાલ પર

પાટણ : હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા B.A., B.Com. સેમેસ્ટર 5 તથા M.Sc. ITની પરીક્ષા ઓનલાઈન લેવામાં આવે તેવી માંગણી સાથે યુનિવર્સિટી કેમ્પસમાં સતત બીજા દિવસે પણ વિદ્યાર્થીઓ પ્રતીક ભૂખ હડતાલ પર બેઠા હતા અને જ્યાં સુધી પરીક્ષાનો નિર્ણય નહીં આવે ત્યાં સુધી અચોક્કસ મુદ્દત સુધી ભૂખ હડતાલ કરવાની વિદ્યાર્થીઓએ ચીમકી ઉચ્ચારી છે.

Hemchandracharya North Gujarat University

author img

By

Published : Dec 15, 2020, 6:49 PM IST

Updated : Dec 15, 2020, 7:06 PM IST

  • ઓનલાઇન પરીક્ષાની માગ સાથે HNGUના વિદ્યાર્થીઓ ભૂખ હડતાલ પર ઉતર્યા
  • યુનિવર્સિટીમાં અનેકવાર રજૂઆતો કરવા છતાં કોઇ નિર્ણય નહીં
  • યુનિવર્સિટીએ કોઈ નિર્ણય ન કરતા વિદ્યાર્થીઓએ હડતાલનું શસ્ત્ર ઉગામ્યું
    North Gujarat University
    યુનિવર્સિટીના સત્તાધીશોને અનેકવાર રજૂઆતો કરવા કોઇ નિર્ણય નહીં

પાટણ : શહેરમાં આવેલી હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા કેટલીક પરીક્ષાઓ કોરોના મહામારી વચ્ચે ઓફલાઈન લેવાનો નિર્ણય કરવામાં આવતા વિદ્યાર્થીઓમાં નારાજગી ફેલાઇ છે. ત્યારે B.A., B.Com. સેમેસ્ટર-5 અને M.Sc. ITની પરીક્ષા ઓનલાઈન લેવામાં આવે તેવી માંગણી સાથે સતત બીજા દિવસે પણ વિદ્યાર્થીઓએ પ્રતિક ઉપવાસ ચાલુ રાખ્યા હતા અને વિવિધ બેનરો સાથે વિદ્યાર્થીઓએ સૂત્રોચ્ચાર કરી ભારે હંગામો મચાવ્યો હતો. જ્યાં સુધી યુનિવર્સિટી દ્વારા ઓનલાઇન પરીક્ષાનો નિર્ણય લેવામાં નહીં આવે ત્યાં સુધી વિદ્યાર્થીઓએ આ ભુખ હડતાલ ચાલુ રાખવાની ચિમકી ઉચ્ચારી છે.

ઓનલાઇન પરીક્ષા મામલે ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ સતત બીજા દિવસે પ્રતિક ભૂખ હડતાલ પર

યુનિવર્સિટીએ ઓફલાઈન પરીક્ષા લેવી હોય તો વિદ્યાર્થીઓના વીમા ઉતરાવે

વિદ્યાર્થીઓએ જણાવ્યું હતુ કે, હાલમાં કોરોના મહામારીના સમયમાં ઓફલાઈન પરીક્ષા દરમિયાન કોઈ વિદ્યાર્થી કોરોના સંક્રમિત થશે તો જવાબદારી કોની? યુનિવર્સિટીના સત્તાધીશો આ જવાબદારી લેવા તૈયાર છે? યુનિવર્સિટીને ઓફલાઈન પરીક્ષા લેવી જ હોય, તો દરેક વિદ્યાર્થીના પહેલા વીમો ઉતારવામાં આવે તેવી માગ પણ વિદ્યાર્થીઓએ કરી હતી.

North Gujarat University
થે યુનિવર્સિટી કેમ્પસમાં સતત બીજા દિવસે પણ વિદ્યાર્થીઓ પ્રતીક ભૂખ હડતાલ પર બેઠા

Last Updated : Dec 15, 2020, 7:06 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.