પાટણઃ શહેર સહિત જિલ્લામાં ગત મોડીરાત્રીથી મેઘતાંડવ શરૂ થતાં શહેરમાં ઠેર-ઠેર બેથી ત્રણ ફૂટ પાણી વહેતા થયા છે. વહેલી સવારથી જ મુશળધાર વરસાદ પડતાં લોકો ઘરોમાં જ મજબૂર બન્યા છે. જેના કારણે જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે.
આ પણ વાંચોઃ રાજ્યમાં અતિભારે વરસાદની આગાહીથી ઓરેન્જ એલર્ટ, NDRF સ્ટેન્ડ બાય
- સમગ્ર ગુજરાતમાં જળબંબાકાર સ્થિતિ સર્જાઇ છે અને રવિવારે ગુજરાતમાં ઓરેન્જ એલર્ટની આગાહી છે. દરિયો તોફાની બનતા માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. આગામી 48 કલાક ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે.
પાટણમાં ભારે વરસાદને પગલે બજારોમાં પણ સન્નાટો છવાયો છે. જ્યારે નીંચાણવાળા વિસ્તારો અને કાચા મકાનોમાં રહેતા લોકોની ચિંતા વધી છે. બીજી તરફ પાટણ શહેરનું આનંદ સરોવર ઓવરફ્લો થતા તેનું પાણી આસપાસની સોસાયટીઓમાં ફરી વળ્યું છે. જેના કારણે રહીશોની ચિંતા વધી છે.
પાટણ જિલ્લામાં ક્યાં કેટલો વરસાદ...?
- પાટણ - 53 mm
- ચાણસ્મા - 34 mm
- સિધ્ધપુર - 99 mm
- રાધનપુર - 113 mm
- શંખેશ્વર - 75 mm
- સમી - 39 mm
- સરસ્વતી - 40 mm
- સાંતલપુર - 45 mm
- હારિજ - 58 mm