પાટણઃ કોંગ્રેસ પાર્ટી દ્વારા તાજેતરમાં હાર્દિક પટેલને કાર્યકારી પ્રમુખ તરીકે હોદ્દો આપવામાં આવ્યો છે ત્યારે હાર્દિક પટેલ અંબાજી ખાતે મા અંબાના ચરણોમાં શીશ ઝૂકાવવા પહોંચ્યા હતા અને ત્યાંથી પરત ફરતા પાટણ ખાતે કોંગ્રેસ આગેવાનો કાર્યકરોની મુલાકાત લીધી હતી.
![Hardik Patel](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-ptn-03-hardikpatelvisitedpatan-vbb-vo-7204891_28072020225214_2807f_03587_72.jpg)
આ પ્રસંગે તેઓએ જણાવ્યું હતું કે કોંગ્રેસ પાર્ટીએ આપેલી જવાબદારી ખૂબ જ મહત્વની સાથે સાથે પડકારરૂપ છે. જ્યારે રાજ્યભરમાં ગામડાના પ્રશ્નો અને તકલીફો જાણી તેને હલ કરવા પ્રયત્નશીલ રહીશું અને પાટણ જિલ્લામાં પણ ખેડૂતો, બેરોજગારો અંગે મોટા પ્રશ્નો છે આ પ્રશ્નોને લઇ અમારા સ્થાનિક ધારાસભ્યો જિલ્લા કોંગ્રેસ દ્વારા સારું કામ થઈ રહ્યું છે ત્યારે આ પ્રશ્નો હલ કરવા સામે વધુ મજબૂત વિપક્ષ તરીકે પાટણ જિલ્લાનો અવાજ વિધાનસભાના ડાયટ ઉપર પહોંચાડીશું.
હાર્દિક પટેલે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે કોંગ્રેસમાં નાના-મોટા મતભેદ હોઈ શકે છે, પણ મનભેદ નથી. સાથે જ કોરોના મહામારીને લઈને સિવિલ હોસ્પિટલ મામલે હાર્દિક પટેલે નિવેદન આપ્યું હતું કે વિકાસ દુબેના એનકાઉન્ટર કરવાને બદલે અમદાવાદ સિવિલમાં મૂકી દીધો હોત તો તે ક્યારે મળી ગયો હોત અને ક્યારે તેના અગ્નિસંસ્કાર થઈ ગયા હોત તે કોઇને ખબર પણ ના પડત તેમ કહી સરકારના આરોગ્ય વિભાગ સામે કટાક્ષ કર્યો હતો.