ETV Bharat / state

પાટણમાં ગુણવંતા હનુમાનની નવખંડની પલ્લી ભરાઈ, મોટી સંખ્યામાં દર્શનાર્થે ઉમટ્યા ભક્તો

પાટણ શહેર (Patan City)ના સુભાષચોક (Subhash Chowk) વિસ્તારમાં આવેલા પ્રાચીન ગુણવંતા હનુમાન (Gunvanta Hanuman) દાદાના મંદિર ખાતે પરંપરાગત રીતે હનુમાન દાદાનો પલ્લી મહોત્સવ (Palli Mahotsav) ભક્તિમય  માહોલમાં ઉજવાયો. મોટી સંખ્યામા ભાવિક ભક્તોએ પલ્લીના દર્શન કર્યા હતા.

પાટણમાં ગુણવંતા હનુમાનની નવખંડની પલ્લી ભરાઈ

author img

By

Published : Oct 20, 2021, 6:11 PM IST

  • ગુણવંતા હનુમાન દાદાની પરંપરાગત પલ્લી ભરાઇ
  • પાટણના નગર રક્ષક ગુણવંતા હનુમાનનો પલ્લી મહોત્સવ ઉજવાયો
  • ડાકલા, ઢોલ અને મંજીરાના તાલે મંદિર ગૂંજી ઉઠ્યું
  • મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ ભક્તોએ પલ્લીના દર્શન કર્યા

પાટણ: પાટણ નગર (Patan City)ના 4 રક્ષક એવા ગુગણીના ગુણવંતા (Gunvanta Hanuman), બગવાડાના બળિયા, છીંડિયાના છેલછબિલા, જય સાંચરાને મળ્યા એવા ગુણવંતા હનુમાન દાદાનો પલ્લી મહોત્સવ (Palli Mahotsav) આસો સુદ ચૌદસના ધામધૂમપૂર્વક ઉજવાયો હતો. પલ્લી ઉત્સવને પગલે સમગ્ર મંદિરમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો દર્શને ઉમટ્યા હતા. મંદિર ડાકલા, કાંસા અને ઢોલના તાલથી ગૂંજી ઉઠ્યું હતું. રાત્રે શુભ મુહૂર્તમા દાદાની દિવ્ય આરતી કરવામાં આવી હતી.

મંદિર ડાકલા, કાંસા અને ઢોલના તાલથી  ગૂંજી ઉઠ્યું

ગુણવંતા દાદાને નવ પ્રકારના નૈવેધ અર્પણ

આરતી બાદ એક મોટી છાબમાં 18 ખંડ બનાવી અને ગુણવંતા દાદાને નવ પ્રકારના નૈવેધ અર્પણ કરી પલ્લી ભરવામાં આવી હતી. આ પલ્લી મંદિરથી નીકળી હતી. ત્યારે 'રામ, લક્ષ્મણ, જાનકી, જય બોલો હનુમાન કી'ના નારાથી મંદિર ગૂંજી ઉઠ્યું હતું. પલ્લી મંદિરથી નીકળીને શહેરના જુદાજુદા વિસ્તારોમાં ફરી હતી. લોકોએ આ પલ્લીના દર્શનનો લાભ લીધો હતો.

પાટણમાં ગુણવંતા હનુમાનની નવખંડની પલ્લી ભરાઈ

પલ્લીના પ્રસાદથી શ્રદ્ધાળુઓ નવરાત્રીના ઉપવાસ છોડે છે

આસો સુદ એકમથી આસો સુદ ચૌદસ સુધી શ્રદ્ધાળુઓ દાદાના નકરોડા ઉપવાસ કરે છે અને ચૌદસના દિવસે મધ્ય રાત્રીએ શુભ મુહૂર્તમાં પલ્લીના દર્શન કરી પ્રસાદ લઈ ઉપવાસ છોડે છે. આજે પણ ગુણવંતા હનુમાન મંદિરમાં આ વર્ષો જૂની પરંપરા અકબંધ છે. આજના આધુનિક યુગમાં પણ પાટણ શહેરમાં આ મંદિરમાં વર્ષો જૂની પરંપરા જોવા મળી રહી છે અને વિધિવત રીતે હનુમાન દાદાનો પલ્લી મહોત્સવ ઉજવવામાં આવે છે, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ ભક્તોએ પલ્લીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

આ પણ વાંચો: પાટણની જમીન દફતર કચેરીનો સર્વેયર 10 હજારની લાંચ લેતા ઝડપાયો

આ પણ વાંચો: last day of navratri 2021: પાટણની લીંબચ માતાની પોળમાં મહિલાઓએ માથે ગરબે ઘૂમી નવરાત્રીની કરી પૂર્ણાહુતિ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.