ETV Bharat / state

ચાણસ્મા વિધાનસભા બેઠક પર કયા પક્ષનું પલ્લું ભારે રહેશે - રઘુ દેસાઇની બેઠક

ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022 (Gujarat Assembly Election 2022) આવી રહી છે. ત્યારે ETV Bharat આપને ગુજરાતની તમામ વિધાનસભા બેઠકો વિશે માહિતી આપી રહ્યું છે. જેમાં દરેક બેઠકનું મહત્વ, VIP ઉમેદવાર અને શા કારણે વિધાનસભા બેઠકની ઓળખ છે એવી તમામ માહિતી આપના સુધી પહોંચાડીએ છીએ. આજે જાણો પાટણ જિલ્લાની ચાણસ્મા વિધાનસભા બેઠક ( Chanasma Assembly Seat ) વિશે.

ચાણસ્મા વિધાનસભા બેઠક પર કયા પક્ષનું પલ્લું ભારે રહેશે

author img

By

Published : Oct 24, 2022, 11:46 PM IST

પાટણ ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022 (Gujarat Assembly Election 2022) જાહેર થવામાં એક સપ્તાહ જેવો સમય બાકી છે. રાજ્યની 182 બેઠકો પર રાજકીય સમીકરણો તેજીમાં છે ત્યારે પાટણ જિલ્લાની ચાણસ્મા વિધાનસભા બેઠક વિશે વિગતવાર જોઇઅ.પાટણ જિલ્લાની સમી ચાણસ્મા વિધાનસભા બેઠક ( Chanasma Assembly Seat ) જનસંઘથી જ ભાજપનો ગઢ રહી છે. 1975માં જ્યારે ભાજપનું અસ્તિત્વ ન હતું ત્યારે આ બેઠક પરથી જનસંઘમાંથી ઠાકોર વીરાજી વિજયી બન્યા હતાં. વર્ષ 2009ની લોકસભાની ચૂંટણી સમયે સમી વિધાનસભા બેઠકનું વિસર્જન કરી ચાણસ્મા વિધાનસભામાં સમાવેશ કરાતા ગળથૂથીથી જ જનસંઘના પાઠ ભણેલા દિલીપકુમાર વીરાજી ઠાકોરે ( Dilip Thakor Seat ) અત્યાર સુધી આ બેઠક જાળવી રાખી છે. ત્યારે આગામી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપમાં વકરેલા જૂથવાદને કારણે પ્રદેશ મોવડી મંડળ ભાજપની આ બેઠક Assembly seat of Chanasmaને સલામત રાખનાર દિલીપ ઠાકોરને રીપીટ ( Gujarat election 2022 ) કરે છે કે પછી નવો ચહેરો મેદાનમાં ઉતારે છે તેના ઉપર મતદારોની મીટ મંડાઈ છે.

મતદારોના હાથમાં હારજીત
મતદારોના હાથમાં હારજીત

ચાણસ્મા વિધાનસભા બેઠકની ડેમોગ્રાફી પાટણ જિલ્લાની પાંચ વિધાનસભાઓ પૈકી વાગડોદ અને સમી બેઠક 2009ની લોકસભાની ચૂંટણી સમયે નવા સીમાંકનમાં બંને બેઠકો રદ કરવામાં આવી હતી. સમી વિધાનસભા બેઠકનું વિસર્જન કરી આ બેઠકને ચાણસ્મા વિધાનસભા બેઠક ( Chanasma Assembly Seat ) માં સમાવતા સમી તાલુકાના 17 ગામો, હારીજ તાલુકાના 42 ગામો,શંખેશ્વર તાલુકાના 38 ગામો અને ચાણસ્માના 56 ગામો મળી કુલ 148 ગામોને આવરી લેવામાં આવ્યા હતા.આમ ચાર તાલુકાની બનેલી ચાણસ્મા વિધાનસભા બેઠક (Gujarat Assembly Election 2022) ઉપર તારીખ 5/1/2022 ની સુધીની છેલ્લી પ્રસિદ્ધ થયેલી મતદાર યાદી મુજબ 1,48,100 પુરુષ,1,37,014 મતદારો મળી કુલ 2,85,114 મતદારો નોંધાયેલા છે.

આ બેઠક ( Chanasma Assembly Seat ) ઉપર સૌથી વધુ 86897 ઠાકોર સમાજના મતદારોનું પ્રભુત્વ છે. ઠાકોર સમાજનું મતદાન આ બેઠક પર નિર્ણાયક સાબિત થાય છે. પટેલ સમાજના 34000, દલિત સમાજના 24,000, રાવળ સમાજના 10,000 ,ચૌધરી સમાજના 8 000, પ્રજાપતિ સમાજના 7400,નાડોદા સમાજના 8000, રબારી સમાજના 19,776, દરબાર સમાજના 22,800 મુસ્લિમ સમાજના 12000 ,ઠક્કર સમાજના 3000, બ્રાહ્મણ સમાજના 6,000, દેવીપુજક સમાજના 20,000 સહિત અન્ય નાના સમાજના મતદારોનો સમાવેશ થાય છે.

દિલીપ ઠાકોર લોકપ્રિય તો છે પણ નો રીપીટ આવ્યું તો પ્રશ્ન

અગાઉની ચૂંટણીના પરિણામ વર્ષ 2012થી ચાણસ્મા વિધાનસભા બેઠક ( Chanasma Assembly Seat ) ઉપર સતત બે ટર્મ સુધી ભાજપના દિલીપજી ઠાકોર વિજેતા બનતા આવ્યા છે 2012 ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપમાંથી દિલીપજી ઠાકોર ( Dilip Thakor Seat )ને ટિકિટ આપવામાં આવી હતી. જ્યારે આ બેઠક કબ્જે કરવા કોંગ્રેસ પક્ષ દ્વારા દિનેશજી આતાજી ઠાકોરને ટિકિટ આપી મેદાનમાં ઉતાર્યા હતાં પણ કોંગ્રેસનો આ જુગાર સફળ થયો ન હતો. આ ચૂંટણીમાં કોંગ્રેસના દિનેશ ઠાકોરને 66,638 મત જ્યારે ભાજપના દિલીપ ઠાકોરને 83,462 મત મળતા ભાજપના દિલીપ ઠાકોરનો 16,824 મતે વિજય થયો હતો. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017 ( Gujarat Assembly Election 2017 ) માં આ બેઠક ( Assembly seat of Chanasma ) કોઈપણ ભોગે કબજે કરવા માટે કોંગ્રેસ પક્ષ દ્વારા રબારી સમાજના અગ્રણી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા રઘુ દેસાઈ ( Raghu Desai Seat )ને ટિકિટ આપી મેદાનમાં ઉતાર્યા હતાં. જ્યારે ભાજપ દ્વારા પરંપરાગત રીતે જનસંંઘી દિલીપ ઠાકોરને જ ટિકિટ આપવામાં આવી હતી. જ્યારે કોંગ્રેસમાંથી ટિકિટ નહીં મળતા દિનેશજી ઠાકોરે અપક્ષ ઉમેદવારી કરતા આ બેઠક પર ચૂંટણી જંગ રસપ્રદ રીતે ત્રિકોણીયો બન્યો હતો. પરંતુ પરિણામોને અંતે ભાજપે આ બેઠક જાળવી રાખવી હતી. 2017ની વિધાનસભાની ચૂંટણીમાં દિલીપ ઠાકોરને 73,771 મત રઘુ દેસાઈને 65,537 મત જ્યારે અપક્ષ ઉમેદવાર દિનેશજી ઠાકોર ( Independent candidate Dineshji Thakor )ને 27,633 મતો મળતા આ બેઠક ઉપર ભાજપના દિલીપ ઠાકોરનો 8234 માટે વિજય થયો હતો. બે વખત કેબિનેટ પ્રધાન અને ત્રણ વખત રાજ્યકક્ષાના પ્રધાનપદે બિરાજમાન થઈ દિલીપ ઠાકોરે બેઠકનો મોભો અપાવ્યો છે.

શંખેશ્વરને વિકાસની જરુર
શંખેશ્વરને વિકાસની જરુર

ચાણસ્મા વિધાનસભા બેઠકની ખાસિયત ભૌગોલિક દ્રષ્ટિએ ચાણસ્મા વિધાનસભા બેઠક ( Chanasma Assembly Seat ) 100 કિલોમીટરના એરિયામાં પથરાયેલ છે. જેમાં સમી શંખેશ્વર અને હારીજ તાલુકાના અંતરિયાળ ગામડાઓનો સમાવેશ થાય છે. શંખેશ્વર ભારતભરના જૈન સમાજના લોકો માટે પવિત્ર યાત્રાધામ છે. અહીંયા વર્ષ દરમિયાન દેશવિદેશથી લાખોની સંખ્યામાં જૈન જૈનેતરો આવે છે . આ વિસ્તારમાં લોટેશ્વર ખાતે પ્રસિદ્ધ લોહેશ્વર મહાદેવનું પ્રાચીન મંદિર આવેલું છે. ફાગણ સુદ અગિયારસથી અમાસ સુધી સતત પાંચ દિવસ મહામેળો ભરાય છે. જેમાં દરેક સમાજના લોકો અહીં આવી બાધા માનતા પૂર્ણ કરે છે. તો ફતેપુર ગામે આવેલ તંત્રેશ્વર મહાદેવ મંદિર અને કુંવર ગામે આવેલ નીલકંઠ મહાદેવ મંદિર પણ આ વિસ્તારના લોકો માટે આસ્થાનું પ્રતીક છે. ખેતી ઉપર નિર્ભર આ વિસ્તારમાં મોટા કોઈ ઔદ્યોગિક એકમો પણ નથી કપાસની સિઝનમાં હારીજમાં કોટન મિલોમાં લોકોને રોજગારીની તકો મળી રહે છે. આ વિસ્તારમાં વિપુલ પ્રમાણમાં કપાસ ઉપરાંત ચણા, ઘઉં, જીરુ અને એરંડાનું પણ સારા પ્રમાણમાં ઉત્પાદન થાય છે. વઢીયારી ચણાએ સમગ્ર ગુજરાતમાં પ્રખ્યાત છે.

આ વિસ્તારમાં ટ્રાન્સપોર્ટેશન માટે ધ્યાન આપવાની જરુર

ચાણસ્મા વિધાનસભા બેઠકની માગ આ વિસ્તારના ( Chanasma Assembly Seat ) લોકો ખેતી અને પશુપાલન ઉપર નિર્ભર હોવાથી પાણી અંગે વ્યાપક માગ રહે છે. સ્થાનિક રોજગારીમાં ખેતી સિવાય મોટા કોઈ ઔદ્યોગિક એકમો નથી. શંખેશ્વર જેવું યાત્રાધામ છે પરંતુ એસટી બસોની સેવાઓ મર્યાદિત હોવાને કારણે મુસાફરોને હાલાકીઓ ભોગવી પડે છે. તો હારીજ સમી શંખેશ્વરને રેલવેે લાઈનથી જોડવાની વર્ષો જૂની માંગ પણ અદ્ધરરતાલ છે અહીં કપાસનું મબલખ ઉત્પાદન થાય છે તો સરકાર દ્વારા આ ક્ષેત્રને વિકસિત કરવા માટે યોજનાઓ બનાવી ( Gujarat Assembly Election 2022) પ્રોત્સાહન પૂરું પાડવામાં આવે તેવી પણ માગ છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.