ETV Bharat / state

Gram Panchayat Election 2021: પાટણ જિલ્લામાં તૈયારીઓને આખરી ઓપ, રવિવારે 152 ગ્રામ પંચાયતોની ચૂંટણી - વહીવટીતંત્ર દ્વારા વ્યવસ્થા

પાટણ જિલ્લામાં રવિવારે યોજાનાર 152 ગ્રામ પંચાયતોની ચૂંટણી (Patan Gram Panchayat Election 2021) માટે તાલુકાની જે તે મામલતદાર કચેરીના રીસીવિંગ સેન્ટર પરથી ચૂંટણી કામગીરી માટે રોકાયેલા અધિકારી-કર્મચારીઓને ચૂંટણીલક્ષી સાહિત્ય અને બેલેટ પેપર સાથે નિયત કરેલા સ્થળે રવાના કરવામાં આવ્યા હતા. જો કે, ઘણા વર્ષો બાદ ગ્રામ પંચાયતની ચૂંટણી (Gram Panchayat Election 2021) EVMના બદલે બેલેટ પેપરથી યોજાનાર હોઈ પોલિંગ ઓફિસરોને ખાસ તાલીમ અપાઈ છે.

Gram Panchayat Election 2021: પાટણ જિલ્લામાં તૈયારીઓને આખરી ઓપ, રવિવારે 152 ગ્રામ પંચાયતોની ચૂંટણી

author img

By

Published : Dec 18, 2021, 3:46 PM IST

પાટણ: જિલ્લામાં 22 ગ્રામ પંચાયતો સમરસ બનતા 19મી ડિસેમ્બરે 152 ગ્રામ પંચાયતોના 463 સરપંચ અને સભ્યોની ચૂંટણી (Patan Gram Panchayat Election 2021) યોજાનાર છે ત્યારે શનિવારે જિલ્લાના 9 તાલુકાઓની જે તે મામલતદાર કચેરી ખાતેથી દરેક ગ્રામ પંચાયતોમાં ફાળવેલ ચૂંટણી અધિકારી અને કર્મચારીઓને આરોગ્ય કિટ સ્ટેશનરી મતપેટી સરપંચ માટે ગુલાબી બેલેટ પેપર અને સભ્યો માટે સફેદ બેલેટ પેપર, સિકકા, સહી, લાખ, જેવી ચૂંટણીલક્ષી સામગ્રી આપવામાં આવી હતી. પોલીસ બંદોબસ્ત સાથે જે તે ગામના મતદાન મથકો ઉપર રવાના કરવામાં આવ્યા હતા. મતપેટીઓ પહોંચાડવા અને મતદાન બાદ પરત લાવવા માટે પાટણ જિલ્લામાં 17 એસ.ટી બસો સહિત ખાનગી વાહનોની વહીવટીતંત્ર દ્વારા વ્યવસ્થા (Gram Panchayat Election 2021 Arrangement)કરવામાં આવી છે.

Gram Panchayat Election 2021: પાટણ જિલ્લામાં તૈયારીઓને આખરી ઓપ, રવિવારે 152 ગ્રામ પંચાયતોની ચૂંટણી

આ પ્રમાણે હશે માળખુ

  1. જિલ્લાના 456 મતદાન મથકો ઉપર આવતીકાલે થશે મતદાન
  2. ત્રણ લાખથી વધુ મતદારો પોતાના મતાધિકારનો કરશે ઉપયોગ
  3. ચૂંટણીમાં 66 ચૂંટણી અધિકારી, 520 પ્રીસાઈન્ડિંગ ઓફિસર અને 1704 પોલિંગ ઓફિસરો ફરજ બજાવશે
  4. કાયદો અને વ્યવસ્થા માટે 1100 પોલીસ અને હોમગાર્ડ જવાનો કરાયા તૈનાત

જિલ્લાના 456 મતદાન મથકો ઉપર મતદાન

ગ્રામ પંચાયતની ચૂંટણી (Gram Panchayat Election 2021)માં જિલ્લાના કુલ 456 મતદાન મથકો ઉપર 3,38,133 મતદારો દ્વારા મતદાર કરવામાં આવશે.જેના માટે 66 ચૂંટણી અધિકારીઓ, 66 મદદનીશ અધિકારી, 520 પ્રીસાઇન્ડિંગ ઓફિસર તથા 1704 પોલીંગ ઓફિસરને ફરજ સોંપવામાં આવી છે.તો કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઇ રહે તે માટે સંવેદનશીલ, અતિસંવેદનશીલ અને સામાન્ય બુથ આઈડેન્ટિફાઈ કરી જરૂરી પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ચૂંટણીમાં 550 પોલીસ જવાનો, ૬૦૦ જેટલા હોમ ગાર્ડ તથા સુપરવિઝન માટે નાયબ પોલીસ અધિક્ષકને ફરજ સોંપવામાં આવી છે.

આ પણ વાંચો: Gram Panchayat Election In Chhotaudepur: બિન હરીફ થયેલ જબુગામ ગ્રામ પંચાયત ઉપર યોજાશે ચૂંટણી

આ પણ વાંચો: Vapi Gram Panchayat Election 2021: UP બિહારના મતદારોને રીઝવવા માટે ભોજપુરી ગીતો સાથે ચૂંટણી પ્રચાર

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.