ETV Bharat / state

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના 38 વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ એનાયત કરાયા - Graduation Convocation was held at HNGU

પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં(Hemchandracharya North Gujarat Universit) ડી-લીટની માનદ પદવીદાન સમારોહ રાજયપાલની ઉપસ્થિતિમાં યોજાયો હતો. આ સમારોહમાં યુનિવર્સિટીમાં વર્ષ 2018-19 માં વિવિધ અભ્યાસક્રમોમાં ઉત્કૃષ્ટ પરીણામ મેળવનારા તેમજ રમતગમત સહિત અન્યક્ષેત્રોમાં પોતાનું કૌશલ્ય દાખવનારા કુલ 38 વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ આપી સન્માનીત કરવામાં આવ્યા હતા.

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના 38 વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ એનાયત કરાયા

author img

By

Published : May 28, 2022, 2:08 PM IST

પાટણ: હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં(Hemchandracharya North Gujarat Universit) રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં સુવર્ણ પદક એનાયત અને પદવીદાન સમારોહ યોજાયો હતો. જેમાં 38 વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ તથા શિક્ષણ અને સમાજ માટે યોગદાન આપનાર બે મહાનુભાવોને ડી-લીટની માનદ પદવી એનાયત કરવામાં(Graduation Convocation was held at HNGU ) આવી હતી. પાટણ યુનિવર્સિટીના કન્વેન્શન હોલમાં યોજાયેલ પદવીદાન સમારોહમાં સ્વામિનારાયણ સંપ્રદાયના જાણીતા વક્તા,લાઈફ કોચ અને 15000થી વધુ લેક્ચર દ્વારા લાખો લોકોને પ્રેરણા રૂપ ડૉ. જ્ઞાનવત્સલ સ્વામી તથા સાહિત્ય વાચસ્પતિ રાષ્ટ્રભાષા રત્ન જેવી અનેક ઉપાધિઓથી નવા જાયેલા ડો.મફતલાલ પટેલ નેરાજ્યપાલના હસ્તે ડીલીટની માનદ પદવી એનાયત કરવામાં આવી હતી.

HNGUમાં પદવીદાન

વ્યક્તિ પદવીથી મહાન બનતી હોય - આ ઉપરાંત વર્ષ 2019 ના 37 તથા વર્ષ 2018ના1 મળી વિવિધ વિદ્યાશાખાના કુલ 38 વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યા હતા. સૌથી વધુ 26 વિદ્યાર્થિનીઓએ ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરતાં ઉપસ્થિત મહાનુભાવોએ વિદ્યાર્થીઓને બિરદાવી હતી. રાજ્યપાલે પદવી ધારણ કરનાર વિદ્યાર્થીઓને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓએ મેળવેલ જ્ઞાનનો પરિવાર સમાજ અને રાષ્ટ્રની ઉન્નતિ માટે ઉપયોગ કરવો એ જ પરમ કર્તવ્ય છે. અધિકારોની વાત કરીએ ત્યારે કર્તવ્ય ધર્મ પાલન કરવું પણ એટલું જ જરૂરી છે.

આ પણ વાંચોઃ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી અને સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી વચ્ચે MOU

માનદ પદવી મેળવનાર જ્ઞાનવત્સલ સ્વામી - તેમણે વિદ્યાર્થીઓને દીક્ષાંત સમારોહ પ્રસંગે રાષ્ટ્ર - સમાજના ઉત્કર્ષ માટે સંકલ્પબદ્ધ થવા જળસંચય, પર્યાવરણ રક્ષા, વૃક્ષારોપણ, વ્યસનમુક્તિ વગેરે ક્ષેત્રે યોગદાન આપવા અનુરોધ કર્યો હતો. આ ઉપરાંત માનદ પદવી મેળવનાર જ્ઞાનવત્સલ સ્વામી તથા મફતલાલ પટેલને શુભેચ્છાઓ પાઠવી રાજ્યપાલે જણાવ્યું હતું કે સામાન્ય રીતે વ્યક્તિ પદવીથી મહાન બનતી હોય છે પરંતુ મહાન વ્યક્તિને જ્યારે માનદ પદવી એનાયત થાય છે ત્યારેએ પદવીનું ગૌરવ અને ગરિમા વધે છે.

લોકશાહીની જેમ માનવવાદ પણ જરૂરી - ડી-લીટની માનદ પદવી મેળવનાર જ્ઞાનવત્સલ સ્વામીએ જણાવ્યું હતું કે અપાર વિદ્યા કે જેનાથી જીવન નિર્વાહ થાય છે અને પરા વિદ્યા જેનાથી જીવનના ઉત્તમ વિચાર અને અભિગમ પ્રાપ્ત થાય છે વિદ્યાર્થીઓએ આ બંને વિદ્યાઓને આત્મસાત કરી વ્યક્તિગત જીવન સફળ બનાવવા સાથે સમાજ સેવામાં પણ યોગદાન આપવાનું છે.તો શિક્ષણવિદ મફતલાલ પટેલે જણાવ્યું હતું કે સામ્યવાદ સમાજવાદ મૂડીવાદ અને લોકશાહીની જેમ માનવવાદ પણ જરૂરી છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પ્રેરિત નવી શિક્ષણ નીતિ થકી શૈક્ષણિક સંસ્થાઓમાં શિક્ષણ ઉપરાંત માનવીય મૂલ્યોની તાલીમ પણ અપાશે.

આ પણ વાંચોઃ પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં 4 વિદેશી વિદ્યાર્થીઓને અપાયો પ્રવેશ

ગોલ્ડ મેડલ મેળવનાર વિદ્યાર્થીઓમાં અનેરી ખુશી - ગોલ્ડ મેડલ મેળવનાર વિદ્યાર્થીઓમાં અનેરી ખુશી જોવા મળી હતી પેન્ટિંગમાં ગોલ્ડ મેડલ મેળવનાર વિદ્યાર્થીની પટેલ વૈશાલી એ જણાવ્યું હતું કે મારા માતા પિતા ખેડૂત છે તેઓએ મહેનત કરી મને ભણાવી છે ત્યારે આ ગોલ્ડ મેડલ મળવાથી મારા કરતા મારા માતા-પિતાને વધારે ખુશી છે તો મનો વિજ્ઞાન વિષયમાં સુવર્ણચંદ્રક મેળવનાર ખારેડા ના શ્રવણે જણાવ્યું હતું કે અંતરિયાળ ગામમાં પિતા ખેતી કરે છે અને તેઓએ મહેનત કરીને મને પણ આવી આ લેવલ સુધી પહોંચાડ્યો છે. યુનિવર્સિટીમાં યોજાયેલ સમારોહમાં શિક્ષણ પ્રધાન કિર્તીસિંહ વાઘેલા પૂર્વ ગૃહપ્રધાન રજની પટેલ યુનિવર્સિટીના કુલપતિ દ્વારા ઇન્ટર જિલ્લા કલેકટર સોલંકી સહિતના અધિકારીઓ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.