કેન્દ્ર સરકાર દ્વારા દેશમાં 10 સવર્ણ અનામતનો લાભ આપવાનો નિર્ણય કરાયો છે, તેનો પ્રથમ અમલ ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવ્યો છે. રાજ્યમાં સૌથી પહેલા હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીએ ચાલુ વર્ષે યોજાયેલી PHDની પ્રવેશ પ્રક્રિયામાં 10 ટકા સવર્ણ અનામત લાગુ કરવાનો નિર્ણય કર્યો છે. નવા શૈક્ષણિક સત્ર માટે યુનિવર્સિટીએ 10 ટકા સવર્ણ અનામતનો લાભ આપવા યુનિવર્સિટી સંલગ્ન કોલેજો અને વિભાગોને સૂચનાઓ પણ આપવામાં આવી છે.
સાયન્સ અને મેડિકલ ક્ષેત્રમાં પ્રવેશ પ્રક્રિયામાં મેરીટ ખૂબ ઊંચું હોય તેવા અભ્યાસક્રમોમાં સવર્ણ જાતિના વિદ્યાર્થીઓને 10 ટકા અનામતનો લાભ મળે તો વિદ્યાર્થીઓને લાભ થઈ શકે છે.