પાટણ ગુજરાત વિધાનસભાની ચૂંટણી અંતર્ગત ભાજપ દ્વારા ઉમેદવારોની પસંદગીના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. જે સંદર્ભે પાટણ જિલ્લાની ચાર બેઠકો (Four seats in Patan district) ઉપર ઉમેદવારોની પસંદગી માટે સેન્સ લેવાની પ્રક્રિયા પ્રદેશ ભાજપના ત્રણ નિરીક્ષકો દ્વારા હાથ ધરવામાં આવી હતી.
દાવેદારોના સેન્સ લેવાયા બીજેપી દ્વારા જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે સંભવિત દાવેદારો સેન્સ લેવામાં આવ્યા હતા. પાટણ બેઠક માટે કે સી પટેલ, રણછોડ દેસાઈ, મોહન પટેલ, મંગાજી ઠાકોર, સુરેશ પટેલે દાવેદારી નોંધાવી હતી. ચાણસ્મા બેઠક માટે સેટિંગ ધારાસભ્ય સહિત પાંચ ઉમેદવારોએ દાવેદારી નોંધાવી હતી. ગોરધન ઝડફિયા શીતલ સોની અને હર્ષદ વસાવાએ ઉમેદવારોના સેન્સ લીધા હતા. સિધ્ધપુર બેઠક ઉપર બળવંતસિંહ રાજપુત જય નારાયણ વ્યાસ અને નંદાજી ઠાકોરે દાવેદારી નોંધાવી હતી.
દાવેદારોએ ઉમેદવારી નોંધાવી ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા પૂર્વ ગૃહ પ્રધાન ગોરધન ઝડફિયા,શીતલ બેન સોની,હર્ષદ વસાવા ની આગેવાની હેઠળ દાવેદાર ઉમેદવારોના સેન્સ લેવાની પ્રક્રિયા પાટણ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે હાથ ધરવામાં આવી હતી. પાટણ જિલ્લાની ચાર બેઠકો માટે કયો ઉમેદવાર ચાલી શકે તે માટે પક્ષના હોદ્દેદારો, ચૂંટાયેલા હોદ્દેદારોને એક પછી એક બોલાવી દરેકના મંતવ્યો લીધા હતા અને વિવિધ પાસાઓ અંગે ચર્ચાઓ કરી હતી. જેમાં પાટણ વિધાનસભા બેઠક માટે પ્રદેશ ભાજપના પૂર્વ મહામંત્રી કે સી પટેલ, જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ મોહન પટેલ ,પૂર્વ ધારાસભ્ય રણછોડ દેસાઈ,યુવા અને ઠાકોર સમાજના આગેવાન મંગાજી ઠાકોર, સહકારી આગેવાન સુરેશ પટેલ સહિત છ થી વધુ દાવેદારોએ ઉમેદવારી નોંધાવી હતી.
નિરીક્ષકોએ સાંભળ્યા જ્યારે ચાણસ્મા બેઠક માટે ડો.ડી.જી.પટેલ, જિલ્લા ભાજપના પ્રમુખ દશરથજી ઠાકોર, સીટિંગ ધારાસભ્ય દિલીપજી ઠાકોર, વિનયસિંહ ઝાલા, મુકેશ પટેલે દાવેદારી નોંધાવી હતી. તો સિદ્ધપુર બેઠક માટે ઉદ્યોગપતિ અને આ વિસ્તારના ભામાશા એવા બળવંતસિંહ રાજપૂત,પૂર્વ આરોગ્ય પ્રધાન જય નારાયણ વ્યાસ અને ઠાકોર સમાજના આગેવાન એવા નંદાજી ઠાકોરે દાવેદારી નોંધાવી હતી. રાધનપુર વિધાનસભા બેઠક માટે પૂર્વ ધારાસભ્ય લવિંગજી ઠાકોર,પૂર્વ ધારાસભ્ય નાગરજી ઠાકોર, અલ્પેશ ઠાકોર અને પૂર્વ ધારાસભ્ય ભાવસિંહ રાઠોડની દીકરી સહિત આઠ સંભવિત ઉમેદવારોએ દાવેદારી નોંધાવી હતી.આ તમામ દાવેદારોને નિરીક્ષકોએ સાંભળ્યા હતા.
પાર્લામેન્ટરી બોર્ડ ગોરધન ઝડફિયાગોરધન ઝડફિયાએ જણાવ્યું હતું કે આજથી સમગ્ર રાજ્યમાં ચૂંટણી સંદર્ભે નિરીક્ષકો દ્વારા સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. ભારતીય જનતા પાર્ટીની એક પ્રક્રિયા છે કે ચૂંટણી પહેલા ઉમેદવારનો નિર્ણય કરતા પહેલા પાર્ટીના કાર્યકરો અને આગેવાનો સાથે મળી તેમની વાત સાંભળવાની એક પ્રક્રિયા છે બાકી તો પાર્લામેન્ટરી બોર્ડ ઉમેદવાર અંગેનો નિર્ણય કરે છે