- પાટણમાં મુસ્લિમોએ ઈદ-એ-મિલાદની કરી ઉજવણી
- મુસ્લિમોએ વિવિધ વિસ્તારમાં કાઢ્યા જુલુસ
- બોકરવાડા ઈકબાલ ચોક અને ટાંકવાડા વિસ્તારમાંથી નીકળ્યા જુલુસ
- કોરોનાની ગાઈડલાઈનના પાલન સાથે જુલુસ કાઢ્યા
- હિન્દુ-મુસ્લિમ શ્રદ્ધાળુઓએ ગુબંદે ખીજરા પર કરી પુષ્પવર્ષા
પાટણઃ જિલ્લામાં મુસ્લિમ બિરાદરોએ મંગળવારે ઈદ-એ-મિલાદની ઉજવણી કરી હતી. મુસ્લિમોએ કોરોના ગાઈડલાઈનના પાલન સાથે શહેરના બોકરવાડા ઈકબાલ ચોક અને ટાંકવાડા વિસ્તારમાંથી ઈદ-એ-મિલાદના જુલુસ કાઢ્યા હતા, જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જોડાયા હતા.
આ પણ વાંચો- અમદાવાદમાં 'ઈદ-એ-મિલાદ'ના જુલુસને જગન્નાથ મંદિરના મહંતે લીલી ઝંડી દર્શાવી પ્રસ્થાન કરાવ્યું
મર્યાદિત સંખ્યા સાથે જુલુસ નીકળ્યા
રાજ્ય સરકારે ઈદ-એ-મિલાદુન્નબીના પ્રસંગે મર્યાદિત સંખ્યામાં જુલુસની મંજૂરી આપી હતી. ત્યારે પાટણના મુસ્લિમોએ બોકરવાડા, ઈકબાલ ચોક અને ટાંકવાડામાં ત્રણ અલગ-અલગ જુલુસ કાઢ્યા હતા, જે મર્યાદિત સંખ્યામાં જેતે વિસ્તારમાં ફર્યા હતા. આ જુલુસોમાં સામેલ ગુંબદે ખીજરાની રાની કલાકૃતિવાળી 2 ભવ્ય પ્રકૃતિઓ તથા મસ્જિદે નબવીની પ્રતિકૃતિના વિવિધ વિસ્તારના લોકોએ દિદાર કરી ધન્યતા અનુભવી હતી. બુકડી વિસ્તારમાં ધારાસભ્ય કિરીટ પટેલ, કોર્પોરેટર ભરત ભાટિયાએ તેમ જ હઝરત ગંજ શહીદ ચોકમાં નગરપાલિકાના પૂર્વ પ્રમુખ હેમંત તન્નાએ જુલુસનું સન્માન કર્યું હતું.
આ પણ વાંચો- પાટણમાં ઈદ-ઉલ-અઝહાની સાદગીથી ઉજવણી કરાઈ
પાટણમાં શાંતિમય માહોલમાં જુલુસ સંપન્ન થયા
ત્રણેય જુલુસમાં સામેલ અમામા સજ્જ થઈ આશિકે નબી હાથમાં નદી સાહેબની વિલાદતના ઝંડાઓ સાથે ડીજેમાં વાગતી નાતોમાં ઇશ્કે નબીમાં મગ્ન બની ઝૂમ્યા હતા. જુલુસ પસાર થવાના માર્ગ ઉપર ઠેરઠેર પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું. તો હિંદુ-મુસ્લિમ શ્રદ્ધાળુઓએ ગુબંદે ખીજરા ઉપર પુષ્પવર્ષા કરી હતી. આમ, પાટણમાં ઈદ-એ-મિલાદ જુલુસ શાંતિ રીતે સંપન્ન થયા હતા.