ETV Bharat / state

Patan Accident News : સુરકા ગામે પુત્રવધુને બચાવવા જતા વીજ કરંટથી સસરાનું મોત - સુરકા ગામના પૂર્વ સરપંચ

રાધનપુર તાલુકાના સુરકા ગામે ગુરુવારની મોડી સાંજે ઘરમાં લાઈટની સ્વીચ ચાલુ કરવા જતી મહિલાને કરંટ લાગ્યો હતો. જેને બચાવવા જતા મહિલાના સસરાનું મોત નિપજ્યું હતું. જ્યારે બાકીના લોકોને નાની મોટી ઇજાઓ પહોંચી હતી. તમામને સારવાર અર્થે રાધનપુરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

Patan Accident News
Patan Accident News
author img

By

Published : Jul 28, 2023, 10:29 PM IST

સુરકા ગામે પુત્રવધુને બચાવવા જતા વીજ કરંટથી સસરાનું મોત

પાટણ : ચોમાસાની ઋતુમાં ખાસ કરીને ભેજનું પ્રમાણ વધુ હોવાને કારણે મોટાભાગે વીજ કરંટ લાગવાના બનાવો બનતા હોય છે. ત્યારે આવી જ એક વીજ કરંટથી મોતનો બનાવ ગતરોજ રાધનપુરના સુરકા ગામમાં બનવા પામ્યો હતો. જેમાં પુત્રવધુને બચાવવા જતા સસરાનું મોત નીપજ્યું હતું.

વીજકરંટની ઘટના : રાધનપુર તાલુકાના સુરકા ગામે ગુરુવારની મોડી સાંજે ઘરમાં લાઈટની સ્વીચ ચાલુ કરવા જતી મહિલાને કરંટ લાગ્યો હતો. જેને બચાવવા જતા મહિલાના સસરાનું મોત નિપજ્યું હતું. જ્યારે બાકીના લોકોને નાની મોટી ઇજાઓ પહોંચી હતી. તમામને સારવાર અર્થે રાધનપુરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

ઘરના મોભીનું મોત : પોલીસમાંથી મળતી સત્તાવાર માહિતી અનુસાર રાધનપુર તાલુકાના સુરકા ગામના પૂર્વ સરપંચ વીરચંદજી ઠાકોરના ઘરે આ અકસ્માત બન્યો હતો. તેઓની પુત્રવધૂ જસીબેન ગુરુવારની સાંજે ઘરમાં લાઈટની સ્વીચ ચાલુ કરવા જતાં કરંટ લાગ્યો હતો. કરંટ લાગતા જસીબેન બુમાબુમ કરતા ઘરના સદસ્યો દોડી આવ્યા હતા. પરિવારજનોએ તેમને બચાવવાની કોશિશ કરવા જતા તમામ લોકોને કરંટ લાગ્યો હતો.

રાત્રીના સમય દરમિયાન મહિલા ઘરમાં લાઈટ ચાલુ કરવા માટે સ્વિચ ચાલુ કરવા જતા આ દુર્ઘટના બની હતી. જેમાં મહિલાને બચાવવા જતા મહિલાના સસરાનું મોત નીપજ્યું હતું. જ્યારે ચાર વ્યક્તિઓને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ અંગે પોલીસે આકસ્મિક મોતનો ગુનો નોંધ્યો છે.-- પી.કે.પટેલ (PI, રાધનપુર પોલીસ સ્ટેશન)

સમગ્ર પંથક શોકાતુર : પુત્રવધુને બચાવવા જતા કરંટ લાગવાથી વીરચંદજી ઠાકોરનું મોત નિપજ્યું હતું. જ્યારે જસીબેન જેઠાભાઈ, જવાનભાઈ જેઠાભાઈ, જયશ્રીબેન જેઠાભાઈ અને સુરીબેન વિરચંદભાઈને ગંભીર ઇજાઓ થઈ હતી. તમામને રાધનપુરની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે લાવવામાં આવ્યા હતા. જ્યારે મૃતક વીરચંદજી ઠાકોરની લાશને પોસ્ટમોર્ટમ માટે રાધનપુરની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી. સુરકા ગામે ઘરમાં કરંટ લાગતા પુત્રવધુને બચાવવા જતા પૂર્વ સરપંચ વીરચંદજી ઠાકોરના અવસાનના સમાચારથી સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ હતી.

  1. Patan Accident News : પંચાસરમાં રખડતા પશુની અડફેટે બાઈકચાલક યુવાનનું મોત
  2. Patan Accident News : હારીજ રાધનપુર રોડ પર ટ્રિપલ અકસ્માતમાં ત્રણને ઇજાઓ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.