ETV Bharat / state

પાટણમાં નર્મદાની માઇનોર કેનાલોમાં પાણી ન છોડતા ખેડૂતો ચિંતિત - patan Farmers

પાટણ જિલ્લામાં ચોમાસુ વાવેતરમાં ખેડૂતો દ્વારા મુખ્યત્વે બીટી કપાસનું વાવેતર કરવામાં આવતું હોય છે. પણ ચાલુ વર્ષે નર્મદાની માઇનોર કેનાલમાં પાણી ન છોડાતા જગતનો તાત ચિંતિત બન્યો છે.

patan
patan
author img

By

Published : Jun 12, 2020, 5:37 PM IST

પાટણઃ જિલ્લામાં ચોમાસુ બેસતા ખેડૂતોએ પોતાનાં ખેતરો ખેડી વિવિધ પાકોનું વાવેતર હાથ ધર્યું છે. જિલ્લામાં 10232 હેકટરમાં ખેડૂતોએ બીટી કપાસ, શાકભાજી અને ઘાસચારા સહિતનું વાવેતર કર્યું છે. આ સાથે જ ખેડૂતો દ્વારા ખર્ચ કરી પાકનું ઉત્પાદન વધારવામાં આવે છે. ખાતર બિયારણ તેમજ જંતુનાશક દવાઓ સહિતનો વીઘા દીઠ આશરે સાતથી દસ હજારનો ખર્ચ કરવો પડતો હોય છે અને કપાસનું ઉત્પાદન મેળવવા ચારથી પાંચ વાર પાણીની જરૂર પડે છે. ત્યારે સરકાર દ્વારાકેનાલમાં પાણી ન છોડવાથી હાલમાં ખેડૂતોની ચિંતા વધી છે.

પાટણમાં નર્મદાની માઇનોર કેનાલોમાં પાણી ન છોડતા ખેડૂતો ચિંતિત
ચોમાસુ શરૂ થતાં કેટલાક ખેડૂતોએ વાવણી કરી દીધી છે. ખેડૂતોએ હજારોનો ખર્ચ કરી પાકનું વાવેતર કર્યુ છે. જે પાકને હવે પાણીની જરૂર છે. ત્યારે સરકાર દ્વારા કેનાલમાંથી પાણી ન છોડાતાં ખેડૂતો ચિંતામાં મુકાયા છે. ખેડૂતોને સિંચાઈ માટે પાણી મળી રહેશે તેવી સરકાર દ્વારા વાતો કરવામાં આવી છે પણ જિલ્લાનો ખેડૂત નર્મદાની માઇનોર કેનાલમાં પાણીથી વંચિત છે. હજી સુધી એક પણ કેનાલમાં પાણી છોડવામાં આવ્યું નથી.
Etv Bharat

જેથી ફરી એકવાર સરકારની જાહેરાત ખેડૂતો માટે ઠગારી નીવડી છે અને ખેડૂતોને ઉપર ફરી પડતા પર પાટું જેવી સ્થિતિ થઈ છે. ત્યારે ખેડૂતો દ્વારા જિલ્લાની નર્મદાની કેનાલમાં સત્વરે પાણી છોડવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.