- દેલાણા ગામના ખેડૂતો એ જિલ્લા કલેક્ટરને આપ્યું આવેદન પત્ર
- જમીન સંપાદનનુ વળતર મેળવવા આપ્યુ આવેદનપત્ર
- 10 વર્ષથી જિલ્લા વહીવટીતંત્રએ જમીન સંપાદન માપણી નો રેકર્ડ નર્મદા વિભાગને સુપ્રત કર્યો નથી
- વળતર ન મળવાને કારણે ખેડૂતો ભોગવી રહ્યા છે મુશ્કેલીઓ
પાટણ : રાધનપુર તાલુકાના દેલાણા ગામે નર્મદા આવાસ માટે વર્ષ 2011માં ખેડૂતોની જમીન સંપાદન કરવામાં આવી હતી અને વર્ષ 2019 માં માપણી કરવામાં આવી હતી. છેલ્લા દસ વર્ષથી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જમીન સંપાદન માપણીનો રેકર્ડ નર્મદા વિભાગને સુપરત કરવામાં આવ્યો નથી. જેથી ખેડૂતોને જમીનનું વળતર મળતું નથી અને મોટી રકમ અટવાઇ છે. રેવન્યુ રેકર્ડમાં પણ કામકાજ થતું નથી. જેના કારણે ગામના ખેડૂતોને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આ મામલે અનેક રજૂઆતો કરવા છતાં કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી.
45 દિવસમાં નિકાલ નહિ આવે તો ભૂખ હડતાલની આપી ચીમકી
દેલાણા ગામના ખેડૂતોએ શુક્રવારે જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી જણાવ્યું હતું કે,45 દિવસમાં વર્ષો જૂના આ પ્રશ્નનુ નિરાકરણ લાવવામાં નહીં આવે તો નાછુટકે ગામના ખેડૂતો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનનો પ્રારંભ કરી ભૂખ હડતાલ પર ઉતરશે.