- પાટણ માર્કેટ યાર્ડમાં દિવાળી પૂર્વે જોવા મળી તેજી
- માર્કેટ યાર્ડમાં વિવિધ ખેત પેદાશોની આવકમાં થયો વધારો
- જણસના ભાવો સારા મળતા ખેડૂતોમાં જોવા મળી ખુશી
- ખેડૂતોની દિવાળી સુધરે તેવા મળી રહ્યાં છે સંકેત
પાટણઃ દિવાળીના તહેવારો પણ નજીક હોવાથી તે માટેના ખર્ચાઓને પહોંચી વળવા તથા શિયાળુ રવિ પાકની વાવણી માટે જરૂરી બિયારણ, દવાઓ,ખાતરની ખરીદી માટે પણ ખેડૂતો પોતાનો માલ વેચવા પાટણ માર્કેટ યાર્ડમાં આવી રહ્યા છે. જેથી દિવાળી પૂર્વે પાટણ માર્કેટ યાર્ડમાં તેજી જોવા મળી રહી છે. પાટણ માર્કેટ યાર્ડમાં માલ વેચવા આવતા ખેડૂતોને સારા ભાવ મળે છે. એરંડા રૂપિયા 150નો ભાવ વધારો મળી રહ્યો છે. જેથી વેપારીઓમાં પણ આ માટે ખુશી જોવા મળી રહી છે. માર્કેટયાર્ડમાં ઘઉંની 1088 બોરીની આવક સામે તેનો ભાવ 310થી 366 રહ્યો હતો. જ્યારે કપાસની આવક 1079 મણની સામે તેનો ભાવ 980 થી 1071 રહ્યો હતો.એરંડા ની આવક 7080 બોરીની સામે તેનો ભાવ 890થી 925 રહ્યો હતો. પાટણ માર્કેટ યાર્ડમાં ખેડૂતોને તેમની ખેતપેદાશોના સારા ભાવ મળતા ખેડૂતોની દિવાળી સુધરી તેવા સંકેતો જોવા મળી છે.
પાટણ માર્કેટ યાર્ડ સાત દિવસ રહેશે બંધ
લાભ પાંચમથી ફરી માર્કેટ યાર્ડ થશે ધમધમતું
પાટણ માર્કેટ યાર્ડ દિવાળીના તહેવારોને કારણે તારીખ 12મી નવેમ્બરથી તારીખ 18મી નવેમ્બર સુધી બંધ રહેશે અને 19મી નવેમ્બરે લાભપાંચમથી માર્કેટયાર્ડ ફરીથી શરૂ થશે, આ દિવસથી વેપારીઓ તેમના ધંધાઓનું મુહૂર્ત કરશે.