ETV Bharat / state

પાટણ: અનાવાડા ગામના વયોવૃદ્ધ ખેડૂતે ઓર્ગેનિક ખેતી દ્વારા ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મેળવ્યું

પાટણ તાલુકાના અનાવાડા ગામના 78 વર્ષીય ખેડૂત મગનભાઈ પટેલ 5 વીઘા જમીનમાં શાકભાજીની ઓર્ગેનિક ખેતી કરી ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મેળવતા અન્ય ખેડૂતો માટે પ્રેરણારૂપ બન્યા છે. ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા કૃષિ ક્ષેત્રના વિવિધ એવોર્ડથી તેમને સન્માનિત પણ કરવામાં આવ્યા છે.

અનાવાડા ગામના વયોવૃદ્ધ ખેડૂતે ઓર્ગેનિક ખેતી દ્વારા ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મેળવ્યું

author img

By

Published : Dec 9, 2020, 6:38 PM IST

● અનાવાડા ગામના 78 વર્ષના ખેડૂત ઓર્ગેનિક ખેતી કરી રહ્યા છે
● પાંચ વિઘામાં કર્યું છે શાકભાજીનું વાવેતર
● ઓછા ખર્ચે મેળવી રહ્યા છે સારું ઉત્પાદન
● અન્ય ખેડૂતો માટે મગનભાઈ બન્યા છે પ્રેરણારૂપ

પાટણ: અનાવાડા ગામના વયોવૃદ્ધ ખેડૂતે ઓર્ગેનિક ખેતી દ્વારા ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મેળવ્યું
પાટણ: રાજ્ય સરકાર દ્વારા ઓર્ગેનિક ખેતીને પ્રોત્સાહન આપવા અનેકવિધ યોજનાઓ અને સહાય ખેડૂતોને આપવામાં આવી રહી છે જેના થકી ઘણા ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે. આવા જ એક ખેડૂત એટલે કે પાટણ તાલુકાના અનાવાડા ગામના મગનભાઈ પટેલ કે જેઓ 78 વર્ષે પણ પ્રાકૃતિક ખેતી કરી અન્ય ખેડૂતોને પણ ઓર્ગેનિક ખેતીનું માર્ગદર્શન આપી રહ્યા છે. તેઓ પાંચ વિઘામાં ફુલાવર, રીંગણ, બ્રોકલી જેવી વિવિધ શાકભાજી અને બાગાયતી પાકોની ખેતી કરી ઓછા ખર્ચે સારું એવું ઉત્પાદન મેળવી રહ્યા છે. તેમના ખેતરની શાકભાજીમાં કુદરતી મીઠાશ અને પોષકતત્વો જોવા મળે છે, આ જ કારણ છે કે પાટણ સિવાય અમદાવાદ સુધી તેમની શાકભાજીની માગ રહે છે તો અન્ય ખેડૂતોને પણ ધરુ આપી પ્રાકૃતિક ખેતી તરફ વળવા માટે તેઓ પ્રોત્સાહન પણ આપી રહ્યા છે.
અનાવાડા ગામના વયોવૃદ્ધ ખેડૂતે ઓર્ગેનિક ખેતી દ્વારા ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મેળવ્યું
અનાવાડા ગામના વયોવૃદ્ધ ખેડૂતે ઓર્ગેનિક ખેતી દ્વારા ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મેળવ્યું
ઓર્ગેનિક ખેતીના કામમાં પત્ની હીરાબેન પણ મગનભાઈને આપે છે સાથ

ઓર્ગેનિક ખેતીના આ કામમાં મગનભાઈના ધર્મપત્ની હીરાબેન પણ ખભેથી ખભો મિલાવી તેમને સાથ આપે છે. જીવામૃત બનાવવાનું કામ તેઓ જાતે જ કરે છે સાથે સાથે જીવામૃત બનાવી તેનો છંટકાવ સહિતના ખેતી કામમાં પણ જોતરાયેલા રહે છે.

સરકારે સરદાર પટેલ કૃષિ એવોર્ડથી કર્યા છે સન્માનિત

મગનભાઈ પટેલે પાટણ પંથકમાં ઓર્ગેનિક ખેતી કરતા ખેડૂત તરીકે આગવી ઓળખ ઉભી કરી છે. રાજ્ય સરકારે પણ તેમને સરદાર પટેલ કૃષિ એવોર્ડ, પાટણ જિલ્લાનો આત્મા એવોર્ડ સહિતના એવોર્ડ આપી સન્માનિત કર્યા છે.

આ પણ વાંચો: પરિવારના મોભીને જંતુનાશક દવાઓ વાળા ખોરાકથી પક્ષઘાતનો હુમલો આવતા જૂનાગઢના પરિવારે શરુ કરી ઓર્ગેનિક ખેતી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.