પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનીવર્સીટી ખાતે મંગળવારના રોજ મળેલી કારોબારીની બેઠકમાં વિદ્યાર્થીના હિતમાં નિર્ણય લેવાયા હતા. તો સાથે જ નવી કોલેજોને માન્યતા આપવી, પરિક્ષાને લગતા તેમજ 86 જેટલા મુદ્દાઓ અંગે વિચાર વિમર્શ કરાયો હતો. આ ઉપરાંત યુનીવર્સીટીની પારદર્શિતા જળવાય તેવી વ્યવસ્થા અંગે ચર્ચા કરાઈ હતી. સાથે-સાથે આગામી 14 જુનના રોજ યોજાનાર ગોલ્ડ મેડલ સેરેમની માટે રૂપિયા ત્રણ લાખ ફાળવવામાં આવ્યા હતા. યુનીવર્સીટી ખાતે યોજાયેલ આ કારોબારી બેઠકમાં ઉંઝાના ધારાસભ્ય આશાબેન પટેલ કે જેઓ કારોબારી સભ્ય હોવાથી હાજર રહય હતા. જેઓનું ધારાસભ્ય પદે ચૂંટાવા બદલ સન્માન પણ કરવામાં આવ્યું હતું.
પાટણની હેમચંદ્રાચાર્ય યુનીવર્સીટીમાં કારોબારીની બેઠક યોજાઈ - PTN
પાટણઃ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનીવર્સીટીમાં મંગળવારના રોજ કારોબારીની બેઠક મળી હતી. કુલપતિની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં 86 જેટલા મુદ્દાઓ અંગે ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી અને તમામ કારોબારી સભ્યોએ ચર્ચા કરી તેના નિર્ણય લેવામાં આવ્યા હતા.