- પાટણ સિવિલ હોસ્પિટલમાં શનિવારે કોવિડ 19 રસી અપાશે
- હોસ્પિટલના બે તબીબોને આપવામાં આવશે પ્રથમ રસી
- બન્ને તબીબોએ રસી લેવા દાખવી ઉત્સુકતા
પાટણ : શહેરમાં આવેલી પાટણ જનરલ હોસ્પિટલમાં શનિવારે સાંસદ ભરત ડાભીની ઉપસ્થિતિમાં આરોગ્ય કર્મચારીઓને કોવિડ 19ની રસી આપવામાં આવશે. આ અંગે ETV BHARATની ટીમે જનરલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. જે દરમિયાન કોરોના રસીનો પ્રથમ ડોઝ લેનારા ENT સર્જન ડૉ. હેમેન્દ્ર મહેતા અને પેથોલોજી ડૉ. દીપક પટેલ સાથે ચર્ચા કરી હતી.
પોતાની અને પરિવારની સુરક્ષા માટે કોરોના રસી લેવા માટે શહેરીજનોને આહવાન
બન્ને તબીબોએ રસી લેવા ઉત્સુકતા દાખવતા જણાવ્યું હતું કે, આ અગાઉ પણ અનેક બીમારીઓની આવી રસીઓ સરકાર દ્વારા દરેક વ્યક્તિને આપવામાં આવી છે. કોવિડ 19ની આ રસી પણ અન્ય રસીઓની જેમ જ વિવિધ પરીક્ષણો બાદ તૈયાર થઈ છે. માટે ખોટી અને ભ્રામક અફવાઓમાં દોરાયા વિના પોતાની અને પરિવારની સુરક્ષા માટે કોરોના રસી લેવા માટે શહેરીજનોને આહવાન કર્યું હતું.
![Patan General Hospital](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-ptn-03-enthusiasmamongdoctorstogetcoronavaccine-video-vo-1to1-gj10046_15012021185203_1501f_02672_744.jpg)
ધારપુર કોલેજમાંથી વેક્સિનના 120 ડોઝ પાટણ જનલર હોસ્પિટલ ખાતે લવાયા
ધારપુર મેડિકલ કોલેજના વેક્સિન સેન્ટરથી પાટણ જનરલ હોસ્પિટલમાં શુક્રવારે સાંજે કોરોના વેક્સિનના 120 ડોઝ લાવી કોલ્ડ ચેઇન રૂમમાં સુરક્ષિત રીતે રાખવામાં આવ્યા છે.