પાટણ: જિલ્લામાં કોરોનાના નવા 11 કેસ નોંધાયા હતા. જેમાં પાટણ શહેરની નીલમ સિનેમા પાસે આવેલા ઝીણીરેતમાં રહેતી મહિલા, અંબિકા નગર સોસાયટીમાં રહેતા એક પુરૂષ,બુકડી ચોકમાં રહેતા એક પુરૂષ આમ ત્રણ લોકોને કોરોનાનો ચેપ લાગ્યો છે.જ્યારે શહેરની વાત કરવામાં આવે તો સત્યમ નગર સોસાયટીમાં રહેતાં 58 વર્ષીય વૃદ્ધનું ધારપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું.
આ ઉપરાંત રાધનપુર ખાતે કંસારાવાસમાં 25 વર્ષીય યુવાન, દેસાઈવાસમાં રહેતા 61વર્ષીય વૃદ્ધ,પરા વિસ્તારમાં રહેતા 30 વર્ષીય મહિલા,સિદ્ધપુરની ઘનશ્યામ સોસાયટીમાં 75 વર્ષીય મહિલા, શક્તિ નગર સોસાયટી માં 37 વર્ષીય પુરુષ, વારાહી ખાતે શિવમ સોસાયટીમાં 61 વર્ષીય પુરુષ, ભોજાનિવાસમાં 74 વર્ષીય પુરુષ,અને હારીજ ખાતે જલારામ પાર્કમાં રહેતા 65 વર્ષીય પુરુષના રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યા છે.
રાધનપુર ખાતે સરકારી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા કોરોના ગ્રસ્ત સાંતલપુર તાલુકાના લુણીચણા ગામનો 19 યુવાન અને રાધનપુર તાલુકાના સીનાડ ગામની 30 વર્ષીય મહિલા સ્વસ્થ્ય થતા તેમને રજા આપવામાં આવી હતી.