ETV Bharat / state

મહેસાણા પાટણ ભીલડી રેલવે ટ્રેકનું વીજળીકરણ કામ ચાલે છે પૂરજોશમાં - railway track

પાટણના ડ્રીમ પ્રોજેક્ટ સમાન મહેસાણા-પાટણ- કાંસા- ભીલડી રેલવે લાઈનને  મીટરગેજમાંથી બ્રોડગેજમાં રૂપાંતર કર્યા બાદ રેલવે લાઈનનું ઈલેક્ટ્રીકકરણ કરવાની કામગીરી છેલ્લા કેટલાક મહિનાઓથી રેલવે વિભાગ દ્વારા પુરજોશમાં ચાલી રહી છે. અંદાજે 106 કરોડના ખર્ચે 91 કિલોમીટરની આ લાઇન પર વીજ પોલો નાખવામાં આવી રહ્યા છે. જે કામગીરી આગામી ફેબ્રુઆરી 2022 સુધીમાં પૂર્ણ કરવામાં આવશે.

મહેસાણા પાટણ ભીલડી રેલવે ટ્રેકનું વીજળીકરણ કામ ચાલે છે પૂરજોશમાં

author img

By

Published : Aug 14, 2021, 9:57 AM IST

  • અંદાજીત 106 કરોડના ખર્ચે મહેસાણાથી પાટણ ભીલડી રેલવે લાઈનનું થઈ રહ્યું છે વીજળીકરણ
  • 91 કિલોમીટર લાંબી રેલવે લાઈન પર વીજપોલ નાખવાની કામગીરી પુરજોશમાં
  • ઈલેક્ટ્રીક ટ્રેનોની અવરજવરથી પાટણને ઝડપી રેલ સુવિધા મળશે

પાટણ: વર્ષો જૂની મીટરગેજ લાઈનને બ્રોડગેજમાં ફેરવી તેને પાટણથી કાસા, ભીલડી થઈ રાજસ્થાનને જોડવાની માગણી પૂર્ણ થયા બાદ મહેસાણા-પાલનપુર રેલવે ટ્રેક પર દોડતી ટ્રેનોનું ભારણ ઘટાડવા તેમ જ પાટણમાં આવેલી વર્લ્ડ હેરિટેજમાં સ્થાન પામેલી રાણીની વાવ નિહાળવા આવતા દેશ-વિદેશના પ્રવાસીઓને અને પાટણના નગરજનોને પાટણ રેલવે સ્ટેશનથી રેલવેની ઝડપી સુવિધા મળી રહે તે માટે મહેસાણા -પાટણ-કાંસા- ભીલડી લાઈનનું વીજળીકરણ કરવાની માગણી ઊઠી હતી.

મહેસાણા પાટણ ભીલડી રેલવે ટ્રેકનું વીજળીકરણ કામ ચાલે છે પૂરજોશમાં

આ પણ વાંચો- જામનગરમાં રેલવે પોલીસ દ્વારા મેગા ડીમોલિશન કરાયું

આ કામગીરી મહેસાણાથી પાટણ વચ્ચે ચાલી રહી છે

આ માંગણીને અનુલક્ષી ગત રેલવે બજેટમાં 91 કિલોમીટર લાંબી આ રેલવે ટ્રેક પર વીજળીકરણ કરવાના કામને મંજૂરી મળી હતી. જેને અનુલક્ષી ઓક્ટોબર 2020 પશ્ચિમ રેલવે દ્વારા ટેન્ડરિંગ પ્રક્રિયા પૂર્ણ કરી નવેમ્બર 2020માં મહેસાણાથી રેલવે ટ્રેક પર વીજળીકરણ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. હાલ આ કામગીરી મહેસાણાથી પાટણ વચ્ચે ચાલી રહી છે અને આગામી દિવસોમાં પાટણથી ભીલડી સુધીનું કામ પૂર્ણ કરવામાં આવશે.

106 કરોડના ખર્ચે રેલવે લાઈનનું વીજળીકરણ કરવાની કામગીરી ચાલે છે

રેલવેના ઉચ્ચ અધિકારીએ આ બાબતે જણાવ્યું હતું કે, અંદાજિત 106 કરોડના ખર્ચે 91 કિલોમીટર લાંબી રેલવે લાઈનનું વીજળીકરણ કરવાની કામગીરી હાલમાં ચાલી રહી છે. મહેસાણાથી પાટણ સુધીની રેલવે લાઈન પર વીજળીકરણનું કામ ઓક્ટોબર 2021 સુધીમાં પૂર્ણ થશે. ત્યારબાદ પાટણથી ભીલડી રેલવે ટ્રેક પર કામગીરી શરૂ કરી ફેબ્રુઆરી 2022 સુધીમાં પૂર્ણ કરવામાં આવશે.

આ પણ વાંચો- જમ્મુકશ્મીરનું આ ગામ પહેલીવાર મેળવી રહ્યું છે વીજળી

પાટણના વિકાસને મળશે વેગ

મહેસાણા-પાટણ-ભીલડી રેલવે લાઈનનું સંપૂર્ણ વીજળીકરણ થયા ાદ પાટણને ઝડપી અને લાંબા અંતરની ઈલેક્ટ્રીક ટ્રેનની સુવિધાઓ ઉપલબ્ધ થશે. જેને લઇ વર્ષો જૂનું પાટણનું સ્વપ્ન સાકાર થશે અને પાટણના વિકાસને વેગ મળશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.