- પાટણમાં ભાજપ દ્વારા પરિસંવાદ કાર્યક્રમ યોજાયો
- પ્રદેશ ભાજપ અધ્યક્ષ સ્થાનિક સ્વરાજ સંસ્થાના પ્રતિનિધિઓ સાથે કર્યો સંવાદ
- 2022 ની વિધાનસભાની ચૂંટણી માટે સજ્જતા કેવા આગેવાનો કાર્યકરો ને કરી હાંકલ
પાટણ: જિલ્લાની તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકાઓની ચૂંટણીમાં ભાજપના ચૂંટાયેલા સભ્યો સાથે પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી. આર. પાટીલે(C.R.Patil) પરિસંવાદ કર્યો હતો. આ કાર્યક્રમ આગામી 2022 ની વિધાનસભાની ચૂંટણીઓ માટે સજ્જતા કેળવવા સૌ સભ્યો અને કાર્યકરોને હાકલ કરી હતી.
કાર્યકર્તાઓ સાથે સભ્ય વર્તન
તેઓએ જે રીતે અગાઉ વિધાનસભાની આઠ પેટા ચૂંટણીઓ અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં ભાજપે મેળવેલી જીતમાં જે રીતે પેજ કમિટીઓની ફોર્મ્યુલા બનાવી હતી તે ફોર્મ્યુલાને વિધાનસભાની ચૂંટણીઓમાં અમલી બનાવવાની પણ સૂચના આપી હતી. પ્રદેશ અધ્યક્ષે ચૂંટાયેલા સભ્યોને ભાજપના કાર્યકરોનું અપમાન ન કરવા અને તેમનું સન્માન સચવાય તે રીતે વર્તન કરવા સૂચના આપી હતી અને જણાવ્યું હતું કે ચૂંટાયેલા સભ્યો પોતે પોતાની પ્રતિભા કે લોકપ્રિયતાથી ચૂંટાયા છે તેવો ભ્રમ ન રાખે કારણ કે તમારી જીત માત્રને માત્ર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા ના આધારે જ થઈ છે તે ભૂલશો નહીં.
આ પણ વાંચો : સી.આર.પાટીલે વાવાઝોડાથી અસરગ્રસ્ત બનેલા ઉના- ગીર ગઢડા પંથકના ગ્રામ્ય વિસ્તારોની લીધી મુલાકાત
એક કાર્યકરથી ચૂંટણીના જીતી શકાય
પત્રકારો સાથેની વાતચીતમાં પ્રદેશ અધ્યક્ષ સી. આર પાટીલે કેજરીવાલને જુઠા ગણાવ્યા હતા અને જણાવ્યું હતું કે ભાજપ પાસે એક કરોડ 14 લાખ કાર્યકરો છે. એક-બે કાર્યકરોને આપ પોતાના પક્ષમાં લઈ જાય તેનાથી ભાજપને કોઇ અસર થશે નહીં એક કાર્યકરથી ચૂંટણી જીતી શકાતી નથી.
આ પણ વાંચો : વડાપ્રધાનને જાણ કરી છે, હવે ઇન્જેક્શનનો સ્ટોક આવી ગયો છે: સી.આર.પાટીલ