સરકારી અધિકારીઓ કર્મચારીઓ પણ પોતાનું આરોગ્ય તંદુરસ્ત રાખી શકે તે માટે પાટણ જિલ્લા કલેક્ટર કચેરી દ્વારા ક્રિકેટ મેચનું આયોજન કરાયું હતું. આ ક્રિકેટ મેચમાં કલેક્ટર કચેરી, ઓફિસર ક્લબ, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા અદાલત સહિતની આઠ ટીમોએ ભાગ લીધો હતો. ત્યારે આર્ટસ કોલેજના મેદાન ખાતે પ્રથમ મેચનો પ્રારંભ જિલ્લા કલેક્ટર આનંદ પટેલે કરાવ્યો હતો. પ્રથમ મેચ કલેક્ટર કચેરી અને ઓફિસર ક્લબ વચ્ચે રમાઈ હતી.
12 ઓવરની મેચમાં કલેક્ટર કચેરીએ ટોસ જીતી પ્રથમ બેટીંગ કરી હતી. જેમાં 12 ઓવરના અંતે 113 રન કર્યા હતા. જ્યારે ઓફિસર કલબે 97 રન કરતા કલેક્ટર કચેરી ટીમનો વિજય થયો હતો. રજાના દિવસો દરમિયાન આ મેચ રમાશે. આ સિરિઝની છેલ્લે ફાઇનલ મેચ રમાશે. જેમા વિજેતા ટીમને ટ્રોફી એનાયત કરવામાં આવશે.