- પાટણમાં ધુળેટી પર્વની કરાઈ ઉજવણી
- કોરોના કાળમાં પણ લોકોએ પરંપરા નિભાવી
- બાળકોથી માંડી મોટેરાઓ એકબીજા પર કલર નાખ્યા
પાટણ: દાનવોની શક્તિઓને ભસ્મીભૂત કરી વિશ્વમાં ભગવાનનું સ્વરૂપ હોવાનો અહેસાસ ત્યારે થાય છે, જ્યારે પાપોનો જડમૂળથી નાશ થાય છે. વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ દર વર્ષે હોળી પ્રગટાવી દાનવી શક્તિઓનો નાશ કરવામાં આવે છે.
આ પણ વાંચો: સાપુતારામાં પ્રવાસીઓ દ્વારા ધુળેટી પર્વની ઉજવણી કરવામાં આવી
ધુળેટી પર્વની ઉજવણી કરાઈ
બીજા દિવસે ધુળેટીનો રંગોત્સવ તહેવાર ઉજવવામાં આવે છે. આ દિવસે લોકો એકબીજા ઉપર વિવિધ રંગો નાખી પર્વની ઉજવણી કરે છે, ત્યારે પાટણમાં કોરોના કાળમાં પણ મહોલ્લા,પોળો, સોસાયટીઓ અને જાહેર રસ્તાઓ પર બાળકોથી માંડી મોટેરાઓએ અબીલ-ગુલાલના કલરો એકબીજા પર નાખી ધુળેટી પર્વની ઉજવણી કરવામાં આવી હતી.
આ પણ વાંચો: ભુજ શહેરમાં ધુળેટીની ઉજવણી અંગે ETV Bharatનું રિયાલિટી ચેક
પાટણમાં ઉત્સાહ સાથે ઉત્સવ પર્વ ઉજવાયો
રંગોત્સવના પર્વ એવા હોળી-ધુળેટીની પાટણ શહેર સહિત પંથકમાં હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી.