પાટણ : દાનવોની શક્તિઓને ભસ્મીભૂત કરી વિશ્વમાં ભગવાનનું સ્વરૂપ હોવાનો અહેસાસ ત્યારે થાય છે. જ્યારે પાપોનો જડમૂળથી નાશ થાય છે. વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ દર વર્ષે હોળી પ્રગટાવી દાનવી શક્તિઓનો નાશ કરવામાં આવે છે. અને બીજા દિવસે ધુળેટીનો રંગોત્સવ તહેવાર ઉજવવામાં આવે છે.
આ દિવસે લોકો એકબીજા ઉપર વિવિધ રંગો નાખી પર્વની ઉજવણી કરે છે. ખાસ કરીને કૃષ્ણ મંદિરોમાં ધુળેટીના આ તહેવારનું વિશેષ મહત્વ હોય છે. ત્યારે પાટણના હવેલી મંદિર અને દ્વારકાધીશ મંદિરમાં ડોલોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ભગવાન ઠાકોરજીના ચાર ખેલા દર્શન કરવા મોટી સંખ્યામાં વૈષ્ણવો ઉમટી પડ્યા હતા.
આ સાથે કેસુડો, અબીલ, ગુલાલના કુદરતી કલરો એકબીજા પર નાખી ધૂળેટી પર્વની ઉજવણી કરવામાં આવી હતી. રંગોત્સવના પર્વ એવા હોળી-ધુળેટીની પાટણ શહેર સહિત પંથકમાં હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી.