ETV Bharat / state

ભાવવધારો છતાં પાટણની આગવી ઓળખ સમાન દેવડા મીઠાઈની માગમાં ધરખમ વધારો, જાણો શું છે વિશેષતા - devda sweet recipe

પાટણમાં વિશ્વપ્રખ્યાત દેવડાની મીઠાઈની માગમાં ધરખમ (Demand of devda sweet patan) વધારો થયો છે. આ વર્ષે દેવડાના ભાવમાં પ્રતિ કિલો 20 રૂપિયાનો વધારો થયો છતાં દિવાળી (Diwali Festival) પર્વ નિમિત્તે લોકો દેવડાની (devda sweet patan) ભરપૂર ખરીદી કરી રહ્યા છે. બહારગામથી અહીં આવતા લોકો પણ દેવડાની ખરીદી અચૂક કરે છે. ત્યારે આવો જાણીએ આ દેવડાની શું છે વિશેષતા.

ભાવવધારો છતાં પાટણની આગવી ઓળખ સમાન દેવડા મીઠાઈની માગમાં ધરખમ વધારો, જાણો શું છે વિશેષતા

author img

By

Published : Oct 24, 2022, 9:52 AM IST

પાટણ દિવાળીના તહેવાર (Diwali Festival) શરૂ થાય ને પાટણના પ્રખ્યાત દેવડાની મીઠાઈ (devda sweet patan) કેવી રીતે ભૂલી શકાય. હાલમાં તહેવારોની મજામાં મીઠાશ લાવવા પાટણવાસીઓ દેવડાની મીઠાઈ ખરીદવાનો (Demand of devda sweet patan) ચોક્કસ આગ્રહ રાખે છે. સાથે જ રાજ્ય અને દેશના અનેક શહેરોમાં રહેતા પોતાના સ્વજનોને દેવડાની મીઠાઈ અચૂક મોકલાવે છે.

પાટણની આગવી ઓળખ ઐતિહાસિક નગરી પાટણ તેની ઐતિહાસિક ધરોહર રાણીની વાવ (rani ki vav patan) અને પટોળાથી ઓળખાય છે. સાથે સાથે અહીં બનતા દેવડાની મીઠાઈ (devda sweet patan) પણ પાટણની એક આગવી ઓળખ છે. તહેવારો હોય કે, પછી શુભ પ્રસંગ પાટણવાસીઓ દેવડાની મીઠાઈ (devda sweet patan) અચૂક ખરીદતા હોય છે. દેવડાની મીઠાઈનું સંશોધન વર્ષો પૂર્વે પાટણમાં જ કરવામાં આવ્યું હતું.

દરેક પ્રસંગમાં દેવડાની ખરીદી અચૂક થાય છે

દેવડાની રેસીપી દેવડા બનાવવા માટે મેંદો અને ઘીમાં તેનું બંધારણ કરી ખાંડની ચાસણીમાં ડૂબોળી તેની (devda sweet recipe) ઉપર બદામ પિસ્તા સહિતનું ડેકોરેશન કરવામાં આવે છે. દેવડામા મેંદો, ખાંડ, ઘી હોવાથી તેને ખાવાથી આરોગ્યને કોઈ નુકશાન થતું નથી. ત્યારે હાલમાં દિવાળીના તહેવારોનો (Diwali Festival) પ્રારંભ થયો છે. આના કારણે પાટણવાસીઓ તો ખરા જ પણ સાથે સાથે બહારગામથી પણ લોકો દેવડાની મીઠાઈ ખરીદવા પાટણ આવી (Demand of devda sweet patan પહોંચે છે.

પ્રતિકિલોએ થયો ભાવવધારો શુદ્ધ ઘીના દેવડા (devda sweet patan) 420થી 440 રૂપિયે કિલોના ભાવે વેચાય છે. જ્યારે વેજિટેબલ ઘીના દેવડા 200 રૂપિયે કિલોના ભાવે વેચાય છે. તો આ વર્ષે દેવડાના ભાવમાં 20 રૂપિયાનો વધારો થયો છે. દેવડા બનાવનારા દિલીપભાઈ સુખડિયાએ જણાવ્યું હતું કે, દેવડા એ પાટણની આગવી ઓળખ છે, જેની વર્ષો પહેલા સુખડિયા પરિવાર દ્વારા શોધ કરવામાં આવી હતી. દેવડા એક એવી મીઠાઈ છે, જે લાંબો સમય રાખવા છતાં બગડતી નથી અને આરોગ્યની દ્રષ્ટિએ પણ તે કોઈ નુકસાન કરતી નથી.

દેવડા ખરીદવા ગ્રાહકોની ભીડ
દેવડા ખરીદવા ગ્રાહકોની ભીડ

યુવાનો વારસો આગળ વધારી રહ્યા છે પાટણમાં 5 પેઢીથી સુખડિયા પરિવારે દેવડા સહિતની (devda sweet patan) મીઠાઈ બનાવવાની આવડત જાળવી રાખી છે. હાલના ટેકનોલોજીના યુગમાં પણ વારસાગત આ વ્યવસાયને આજની યુવા પેઢીએ પણ જાળવી રાખ્યો છે. પરિવારના શિક્ષિત અને ડિગ્રી ધરાવનારા યુવાનો પણ દેવડા અને અન્ય મીઠાઈ બનાવવામાં માહીર છે. બદલાતા સમયની સાથે અલગ અલગ ફ્લેવરના દેવડાની મીઠાઈ ગ્રાહકો માટે તૈયાર કરી છે. તેમાં બટરસ્કોચ ,ચોકલેટ ફ્લેવર, કેસરિયા દેવડા સહિતની ફ્લેવરમાં દેવડા તૈયાર કરી વેચાણ અર્થે મૂક્યા છે. તેમ જ બદલાતા સમયની સાથે પોતાના વ્યવસાયને આગળ વધારી રહ્યા છે.

દેવડાએ પટણીઓ નું એક નજરાણું છે દેવડા એ પટણીઓનું એક નજરાણું છે. પાટણના દેવડા એ દરેક વર્ગને પોષાય તેવી મીઠાઈ છે, જેને સામાન્ય વર્ગના લોકો પણ સરળતાથી ખરીદી શકે છે. બહારગામથી આવતા વ્યક્તિઓ ચોક્કસ દેવડાની ખરીદી કરે છે. દેવડા ખાવાના શોખીન તહેવારોના દિવસોમાં દેવડા ખાવાનું જરાય ચૂકતા નથી અને હોંશે હોંશે દેવડા ખરીદતા જોવા મળ્યા હતા.

પાટણના દેવડાની વિશેષતા (devda sweet patan) એ છે કે, લાંબા સમયગાળા સુધી આ મીઠાઈ બગડતી નથી. સાથે જ નાનાં બાળકોથી લઈ વયોવૃદ્ધ પણ આ મીઠાઈ હોંશે હોંશે આરોગી શકે છે એટલી નરમ મીઠાઈ હોય છે. આ મીઠાઈમાં એટલી મીઠાશ હોય છે કે, એક વાત જે કોઈ દેવડાને ચાખી લે છે તે અચૂક આ મીઠાઈનો આગ્રહ રાખે છે. ત્યારે હાલમાં દિવાળી નિમિત્તે શહેરીજનોની સાથે સાથે બહારગામના લોકો પણ દેવડા ખરીદતા (Demand of devda sweet patan) જોવા મળી રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.