પાટણ ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 (Gujarat Assembly Election 2022 ) ના પડગમ વચ્ચે વિવિધ રાજકીય પાર્ટીઓ દ્વારા પ્રચાર પ્રસાર તેજ કરવામાં આવ્યા છે. ત્યારે આ વખતની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી (Aam Adami Party ) એ પણ ગુજરાતમાં ઝંપલાવ્યું છે. જેને લઇ ગુજરાતમાં રાજકીય માહોલ બરાબર જામ્યો છે. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય નેતાઓ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. આજે દિલ્હીના નાયબ મુખ્યપ્રધાન અને આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા મનીષ સિસોદિયા પાટણની બે દિવસની મુલાકાત (Delhi Deputy CM Manish Sisodia in Patan ) માટે આવ્યા છે.
મનીષ સિસોદિયાનો પાટણમાં રોડ શો પાટણ મુલાકાતના બીજા દિવસે દિલ્હીના નાયબ મુખ્યપ્રધાન અને આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા મનીષ સિસોદિયાએે શહેરના ત્રણ દરવાજાથી ભવ્ય રોડ શો ( Delhi Deputy CM Manish Sisodia Road Show in Patan) યોજ્યો હતો. ખુલ્લી જીપમાં સવાર થઈ મનીષ સિસોદિયા લોકોનું અભિવાદન ઝીલતાં શહેરના રાજમાર્ગો પર નીકળતા ઠેરઠેર તેમનું નગરજનો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. આમ આદમી પાર્ટી દ્વારા યોજવામાં આવેલા રોડ શોમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતાં.
ગુજરાતમાં સરકારે શિક્ષણને બરબાદ કર્યું દિલ્હીના શિક્ષણપ્રધાન મનીષ સિસોદિયા ( Delhi Deputy CM Manish Sisodia Road Show in Patan) એ જણાવ્યું હતું કે ભાજપે નવી હોસ્પિટલો શાળાઓ કે પ્રજાના વિકાસ માટે કોઈ કામ કર્યા નથી. જેથી મહિલાઓ યુવાનો અને પ્રજામાં ભારે રોષ છે. અરવિંદ કેજરીવાલના નેતૃત્વ પર વિશ્વાસ કરી એક મોકો આમ આદમી પાર્ટીને આપવામાં આવશે તો યુવાનો મહિલાઓ અને સમગ્ર ગુજરાતમાં નવી શાળાઓ બનશે યુવાનોને રોજગારી આપવામાં આવશે. પાંચ વર્ષની અંદર ગુજરાતમાં તમામ સરકારી શાળાઓમાં સુવિધાઓ ઉભી કરવામાં આવશે. વધુમાં તેઓ જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટીના ચૂંટણી લડવાથી ભાજપને નહીં પણ ગુજરાતની જનતાને ફાયદો થશે.