ETV Bharat / state

દેના ગ્રામીણ સ્વરોજગાર દ્વારા પાટણમાં તાલીમ વર્ગ યોજાયો

પાટણઃ દેશના આર્થિક વિકાસનો દર ઉંચો આવે તે માટે કૃષિ, કોર્પોરેટ ક્ષેત્ર વગેરેની જેમ ગ્રામ્ય કક્ષાએ સ્વ-રોજગાર દ્વારા આર્થિકોપાર્જન મહત્વનું છે. માત્ર શહેરી વિસ્તારોમાં ઉપલબ્ધ રોજગારીની તકો ઉપરાંત ગામડાઓમાં વસતા યુવાવર્ગ દ્વારા તેમની આવડતને રોજગારનું માધ્યમ બનાવી આર્થિક પ્રગતિ સાધવામાં આવે ત્યારે સમાજનો સર્વાંગી વિકાસ શક્ય બને છે.

દેના ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થા
author img

By

Published : Jul 29, 2019, 9:58 PM IST

ભારત સરકારના ગ્રામીણ વિકાસ મંત્રાલય દ્વારા સૂક્ષ્મ ઉદ્યોગો અને આજીવિકાના સ્ત્રોત વિકસાવવા રૂરલ સેલ્ફ ઍમ્પ્લોયમેન્ટ ટ્રેઈનિંગ ઈન્સ્ટીટ્યુટની સ્થાપના કરવામાં આવી છે. જિલ્લાની લીડ બેંક દ્વારા ચલાવવામાં આવતી આ ઈન્સ્ટીટ્યુટ્સ માટે ગ્રામીણ વિકાસ મંત્રાલય દ્વારા ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ તથા તાલીમ ખર્ચને પહોંચી વળવા વધારાનો નાણાકીય સહયોગ પૂરો પાડવામાં આવે છે.

મુખ્યત્વે ત્રણ વિભાગોમાં વહેંચાયેલી સંસ્થાની પ્રવૃત્તિઓમાં ઉદ્યમશીલતા જાગૃતિ કાર્યક્રમ દ્વારા બેરોજગાર લોકોને તેમના સોફ્ટ-સ્કિલને વિકસાવી કમાણીનું સાધન બનાવવી અને જાગૃતિ કેળવી તાલીમમાં જોડાવા પ્રેરણા આપવામાં આવે છે. ત્યારબાદ ટેક્નિકલ-નોનટેક્નિકલ એવા અલગ અલગ તાલીમ કાર્યક્રમો યોજી તાલીમ આપવામાં આવે છે અને તાલીમ કાર્યક્રમ બાદ ઉમેદવારને પોતાનો ધંધો કે રોજગાર શરૂ કરવા જરૂરી નાણાકિય સહાય અપાવવામાં મદદરૂપ થાય છે.

ખેતી અને પશુપાલન પર નિર્ભર પાટણ જિલ્લામાં ઉદ્યોગો નહિવત છે ત્યારે જિલ્લાના ગામડાઓમાં વસતા યુવાઓ અને મહિલાઓને સ્વનિર્ભર બને તે માટે દેના ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થા, પાટણ દ્વારા રોજગાર તાલીમનું આયોજન કરવામાં આવે છે. ગ્રામ્ય કક્ષાએ એન્ટરપ્રેન્યોર અવેરનેસ પ્રોગ્રામ એટલે કે ઉદ્યમશીલતા જાગૃતિ કાર્યક્રમ યોજી બેરોજગાર યુવાનો અને મહિલાઓને તેમની રૂચી મુજબ તાલીમ લઈ સ્વરોજગાર દ્વારા પગભર થવા તથા પ્રેરણા આપવામાં આવે છે. સંસ્થા દ્વારા અલગ અલગ વિસ્તારના બેરોજગાર લોકોની આવડત અને પ્રાપ્ય સાધનો થકી આર્થિક ઉપાર્જન માટે પ્રેરીત કરી તેમને તાલીમ આપવામાં આવે છે.

ઉલ્લેખનીય છે કે, વર્ષ 2009 માં શરૂ થયેલી દેના ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થા દ્વારા માર્ચ-2019 સુધીમાં 343 તાલીમ કાર્યક્રમો યોજવામાં આવ્યા છે. જેમાં 9260 ઉમેદવારોને તાલીમ આપવામાં આવી છે. 9260 ઉમેદવારો પૈકી 8103 જેટલી મહિલા તાલીમાર્થીઓ સ્વરોજગાર થકી પગભર થવા માટે તાલીમ લેવામાં અગ્રેસર રહી છે. તાલીમ લીધા બાદ રોજગાર મેળવનાર ઉમેદવારોની સંખ્યા સંસ્થા દ્વારા આપવામાં આવતી તાલીમ અને ત્યારબાદ તાલીમાર્થી સાથેના સંપર્કની પ્રક્રિયાની સફળતાની સાક્ષી પુરે છે. વર્ષ 2009થી માર્ચ-2019 સુધીમાં સંસ્થામાંથી તાલીમ પામેલા 9260 તાલીમાર્થીઓ પૈકી 7102 તાલીમાર્થીઓ સ્વરોજગાર થકી સ્વનિર્ભર બન્યા છે. 77% ના સ્થાયીકરણના રેશીયો સાથે સંસ્થા ગ્રામ્યકક્ષાના બેરોજગાર વર્ગને રોજગારી અપાવવામાં સફળ રહી છે.

Intro:         દેશના આર્થિક વિકાસનો દર ઉંચો આવે તે માટે કૃષિ, કોર્પોરેટ ક્ષેત્ર વગેરેની જેમ ગ્રામ્ય કક્ષાએ સ્વ-રોજગાર દ્વારા આર્થિકોપાર્જન મહત્વનું છે. માત્ર શહેરી વિસ્તારોમાં ઉપલબ્ધ રોજગારીની તકો ઉપરાંત ગામડાઓમાં વસતા યુવાવર્ગ દ્વારા તેમના હુનર-કસબને રોજગારનું માધ્યમ બનાવી આર્થિક પ્રગતિ સાધવામાં આવે ત્યારે સમાજનો સર્વાંગી વિકાસ શક્ય બને છે.
Body:ભારત સરકારના ગ્રામીણ વિકાસ મંત્રાલય દ્વારા સૂક્ષ્મ ઉદ્યોગો અને આજીવિકાના સ્ત્રોત વિકસાવવા રૂરલ સેલ્ફ ઍમ્પ્લોયમેન્ટ ટ્રેઈનિંગ ઈન્સ્ટીટ્યુટની સ્થાપના કરવામાં આવી છે. જિલ્લાની લીડ બેંક દ્વારા ચલાવવામાં આવતી આ ઈન્સ્ટીટ્યુટ્સ માટે ગ્રામીણ વિકાસ મંત્રાલય દ્વારા ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ તથા તાલીમ ખર્ચને પહોંચી વળવા વધારાનો નાણાકીય સહયોગ પૂરો પાડવામાં આવે છે.
         મુખ્યત્વે ત્રણ વિભાગોમાં વહેંચાયેલી સંસ્થાની પ્રવૃત્તિઓમાં ઉદ્યમશીલતા જાગૃતિ કાર્યક્રમ દ્વારા બેરોજગાર લોકોને તેમના સોફ્ટ-સ્કિલને વિકસાવી કમાણીનું સાધન બનાવવા જાગૃતિ કેળવી તાલીમમાં જોડાવા પ્રેરણા આપવામાં આવે છે. ત્યારબાદ ટેક્નિકલ-નોનટેક્નિકલ એવા અલગ અલગ તાલીમ કાર્યક્રમો યોજી તાલીમ આપવામાં આવે છે અને તાલીમ કાર્યક્રમ બાદ ઉમેદવારને પોતાનો ધંધો કે રોજગાર શરૂ કરવા જરૂરી નાણાકિય સહાય અપાવવામાં મદદરૂપ થાય છે.
         ખેતી અને પશુપાલન પર નિર્ભર પાટણ જિલ્લામાં ઉદ્યોગો નહિવત છે ત્યારે જિલ્લાના ગામડાઓમાં વસતા યુવાઓ અને મહિલાઓને સ્વનિર્ભર બને તે માટે દેના ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થા, પાટણ દ્વારા રોજગાર તાલીમનું આયોજન કરવામાં આવે છે. ગ્રામ્ય કક્ષાએ એન્ટરપ્રેન્યોર અવેરનેસ પ્રોગ્રામ એટલે કે ઉદ્યમશીલતા જાગૃતિ કાર્યક્રમ યોજી બેરોજગાર યુવાનો અને મહિલાઓને તેમની રૂચી મુજબ તાલીમ લઈ સ્વરોજગાર દ્વારા પગભર થવા તથા પ્રેરણા આપવામાં આવે છે. સંસ્થા દ્વારા અલગ અલગ વિસ્તારના બેરોજગાર લોકોની આવડત અને પ્રાપ્ય સાધનો થકી આર્થિક ઉપાર્જન માટે પ્રેરીત કરી તેમને તાલીમ આપવામાં આવે છે.          Conclusion:ઉલ્લેખનીય છે કે, વર્ષ ૨૦૦૯માં શરૂ થયેલી દેના ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થા દ્વારા માર્ચ-૨૦૧૯ સુધીમાં ૩૪૩ તાલીમ કાર્યક્રમો યોજવામાં આવ્યા છે જેમાં ૯૨૬૦ ઉમેદવારોને તાલીમ આપવામાં આવી છે. ૯૨૬૦ ઉમેદવારો પૈકી ૮૧૦૩ જેટલી મહિલા તાલીમાર્થીઓ સ્વરોજગાર થકી પગભર થવા એ તાલીમ લેવામાં અગ્રેસર રહી છે. તાલીમ લીધા બાદ રોજગાર મેળવનાર ઉમેદવારોની સંખ્યા સંસ્થા દ્વારા આપવામાં આવતી તાલીમ અને ત્યારબાદ તાલીમાર્થી સાથેના સંપર્કની પ્રક્રિયાની સફળતાની સાક્ષી પુરે છે. વર્ષ ૨૦૦૯થી માર્ચ-૨૦૧૯ સુધીમાં સંસ્થામાંથી તાલીમ પામેલા ૯૨૬૦ તાલીમાર્થીઓ પૈકી ૭૧૦૨ તાલીમાર્થીઓ સ્વરોજગાર થકી સ્વનિર્ભર બન્યા છે. ૭૭% ના સ્થાયીકરણના રેશીયો સાથે સંસ્થા ગ્રામ્યકક્ષાના બેરોજગાર વર્ગને રોજગારી અપાવવામાં સફળ રહી છે.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.