ETV Bharat / state

પાટણમાં ખાતરની તંગીને પગલે ખેડૂતોનો હોબાળો, 800 ટન યુરીયા ખાતરનો જથ્થો ફાળવવાનો લેવાયો નિર્ણય - ધારાસભ્ય ડો. કિરીટ પટેલ પાટણ

પાટણના નવા માર્કેટયાર્ડમાં ખેડૂતોને ખાતર ન મળતા ધારાસભ્ય ડો. કિરીટ પટેલને (MLA Dr. Kirit Patel Patan) રજૂઆત કરી હતી. ધારાસભ્યએ કોંગ્રેસના કાર્યકરો સાથે દોડી આવી કૃષિપ્રધાન રાઘવ પટેલ તથા જવાબદાર અધિકારીઓને ખેડૂતોની વેદનાથી અવગત કરાવતા નર્મદા ડેપોના જવાબદાર અધિકારીઓએ ખેડૂતોને યુરીયા ખાતરની થેલીઓ (800 tons of urea fertilizer) આપવાની શરુઆત કરી હતી.

Patan
Patan
author img

By

Published : Jan 22, 2022, 10:36 AM IST

પાટણ: જિલ્લામાં રવિ સીઝન ચાલી રહી છે. ત્યારે જ ખાતરની તંગી (shortage of fertilizer Patan) ઉભી થતા અને જરૂરિયાત મુજબ ખાતર નહી મળતા ખેડૂતોની હાલત દયનીય બની છે. પાટણ, સિદ્ધપુર, હારીજ, રાધનપુર, સરસ્વતી, સમી, વારાહી સહિત જિલ્લાના અન્ય યુરીયા ખાતરના ડેપો ઉપર દિવસભર ઉભા રહેવા છતાં ખાતરની થેલીઓ મળતી નથી.

પાટણમાં ખાતરની તંગીને પગલે ખેડૂતોનો હોબાળો

પુરતા પ્રમાણમાં યુરીયા ખાતરનો જથ્થો ફાળવવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી

પાટણ નવા માર્કેટયાર્ડમાં આવેલા નર્મદા ખાતરડેપો ઉપર રોજેરોજ લાઇનમાં ઉભા રહી ધરમધક્કા ખાઇ કંટાળેલા ખેડૂતોએ શુક્રવારે હલ્લાબોલ કર્યો હતો અને પોતાની આ સમસ્યા અંગે પાટણના ધારાસભ્ય ડો. કિરીટ પટેલને (MLA Dr. Kirit Patel Patan) વાકેફ કર્યા હતા. જે બાદ તેઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને નર્મદા ડેપોના સંચાલકને ફોન કરતાં તેમણે ખેડૂતો વધારે અને ખાતરનો જથ્થો ઓછો હોવાનું જણાવ્યું હતું. આથી કૃષિપ્રધાન રાધવપટેલ સાથે ટેલીફોનિક વાતચીત કરી પાટણ જિલ્લામાં પુરતા પ્રમાણમાં યુરીયા ખાતરનો જથ્થો ફાળવવામાં નહીં આવે તો દરેક ખાતર ડેપોની તાળાબંધી કરી ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપી હતી.

ડો. કિરીટ પટેલને રજૂઆત કરાઈ
ડો. કિરીટ પટેલને રજૂઆત કરાઈ

કોંગ્રેસ ધારાસભ્યની રજૂઆતને પગલે પાટણ જિલ્લાને 800 ટન ખાતરનો જથ્થો ફાળવાયો

સવારના સમયે ખાતર તંગીના આ હંગામા બાદ સાંજના સમયે કૃષિ પ્રધાને પાટણના ધારાસભ્ય ડો. કિરીટ પટેલને ફોન કરી જણાવ્યુ હતું કે, પાટણ જિલ્લામાં ખાતરની અછત નિવારવા 800 ટન યુરીયા ખાતરનો જથ્થો ફાળવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જે જથ્થો શનિવારે સિદ્ધપુર ખાતેના ગોડાઉનમાં પહોંચતો થશે અને ત્યાંથી દરેક ખાતર ડેપોને ફાળવવામાં આવશે તેમ ધારાસભ્ય ડો. કિરીટ પટેલે જણાવ્યુ હતું.

ડો. કિરીટ પટેલને રજૂઆત કરાઈ
ડો. કિરીટ પટેલને રજૂઆત કરાઈ

આ પણ વાંચો: ઉપલેટામાં ખાતર બાબતમાં બબાલ સર્જાતા થઈ મારામારી

આ પણ વાંચો: ભારત હવે ખાતરની આયાત નહી નિકાસ પણ કરશે :દિલીપ સંધાણી

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.