પાટણ : કોરોના વાઇરસની મહામારીમાં સરકારની ગાઈડલાઈન મુજબ અનલોક-1માં નિર્દેશન કરાયેલી કેટલીક મહત્વની બાબતો સાથે રીક્ષા ચાલકોને પરિવહન કરવાની છૂટછાટ આપી છે. જેમાં રીક્ષા ચાલકોએ મોઢે માસ્ક ફરજિયાત પહેરવું, સેનેટાઇઝર સાથે રાખવું તેમજ મુસાફર અને ચાલક વચ્ચે અંતર જળવાઈ રહે તે માટે રિક્ષામાં પારદર્શક પડદા રાખવા ફરજિયાત કર્યા છે.
શહેરના વોર્ડ નંબર-1માં શ્રમજીવી પરિવારો વસવાટ કરે છે. જેમાં મોટા ભાગે રીક્ષા ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવે છે, ત્યારે હાલની પરિસ્થિતિમાં રીક્ષા ચાલકોની આર્થિક સ્થિતિ નબળી હોઈ તેઓ સેનેટાઇઝર તેમજ માસ્ક ખરીદી શકે તેમ ન હોવાથી વોર્ડ નંબર-1ના સેવાભાવી કોર્પોરેટરે મનોજ પટેલે પોતાના વોર્ડના 100 જેટલા રીક્ષા ચાલકોને માસ્ક, સેનેટાઇઝર તેમજ અનાજની કીટનું વિતરણ કર્યું હતું.