ETV Bharat / state

પાટણ જિલ્લામાં કોરોના રસીકરણ અભિયાનનો થયો પ્રારંભ - રસીકરણ અભિયાન

પાટણ જિલ્લામાં કોરોના વેકસીનેશન અભિયાનનો સાંસદ ભરતસિંહ ડાભીએ જિલ્લા સિવિલ હોસ્પિટલ ખાતેથી શુભારંભ કરાવ્યો હતો.આ તકે આયોજિત સમારંભમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના દેશવ્યાપી કોરોના રસીકરણ અભિયાનનું ઓનલાઇન નિદર્શન કરાયું હતું.તેમજ તેમના દેશવ્યાપી સંદેશનું જીવંત પ્રસારણ નિહાળવામાં આવ્યું હતું.

પાટણ જિલ્લામાં કોરોના રસીકરણ અભિયાનનો થયો પ્રારંભ

author img

By

Published : Jan 17, 2021, 12:36 PM IST

  • પાટણ જિલામાં કોરોના વેકસીનના 10240 ડોઝ ફાળવવામાં આવ્યા
  • આરોગ્ય સેવાઓ સાથે જોડાયેલ ફ્રન્ટ વોરિયરને રસીકરણ કરાશે
  • સંસદ ભરતસિંહ ડાભીના હસ્તે રસીકરણ અભિયાનનો શુભ આરંભ
    પાટણ જિલ્લામાં કોરોના રસીકરણ અભિયાનનો થયો પ્રારંભ

    પાટણ : જિલ્લામાં રસીકરણ અભિયાનના પ્રારંભે કોરોના ફ્રન્ટ વોરિયર હેલ્થ વર્કર્સને આજે રસી આપવામાં આવી હતી. ડૉ. મોહનીશ શાહે આજે પ્રથમ રસીકરણ કરાવી આ રસી સેફ છે. કોઈ જ આડઅસર નથી અને દરેક જણે લેવી જોઈએ એમ જણાવી પોતાના અનુભવ જણાવ્યા હતા.
    કોરોના રસીકરણ અભિયાનનું ઓનલાઇન નિદર્શન કરાયું

ત્રણ કોરોના વેકસીનેશન બુથ ખાતે રસી આપવામાં આવી

પાટણ જિલ્લામાં કોરોના વેકસીનના 10240 ડોઝ ફાળવવામાં આવ્યા છે.પ્રથમ તબકામાં 600 જેટલા હેલ્થ કર્મચારીઓને જિલ્લામાં શરૂ કરાયેલ ત્રણ કોરોના વેકસીનેશન બુથ ખાતે રસી આપવામાં આવી હતી. પાટણ સિવિલ હોસ્પિટલ સિવાય જિલ્લામાં ધારપુર ખાતે જિ આઈ.ડી.સીના ચેરમેન બળવંત સિંહ રાજપૂત અને રાધનપુર ખાતે પૂર્વ ધારસસભ્ય અલ્પેશ ઠાકોરે રસીકરણનો પ્રારંભ કરાવ્યો હતો.જિલ્લામાં 8500 કરતા વધુ આરોગ્ય સેવાઓ સાથે જોડાયેલ ફ્રન્ટ વોરિયરને રસીકરણ કરવામાં આવશે.

જિલ્લાવાસીઓ ને રસીકરણમા સહકાર આપવા સાંસદે કરી અપીલ

પાટણ સાંસદ ભરતસિંહ ડાભીએ કોરોના મહામારીમાં કેન્દ્ર અને રાજ્ય સરકારે કરેલી કામગીરીને બિરદાવી આટલી ઝડપી રસી ઉપલબ્ધ કરાવવા બદલ સરકારનો આભાર વ્યક્ત કરી.રસીની જરૂરિયાત પર ભાર મૂકી જિલ્લા વાસીઓને આ અભિયાનમાં સાથ સહકાર આપવા તેમજ રસી લેવા અનુરોધ કર્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.