બહુ ચર્ચિત નારાયણ સાંઈ રેપ કેસની આજે કોર્ટ દ્રારા જજમેન્ટ આપવાનું છે. જેમાં કોર્ટે નારાયણ સાંઇને આજીવન કેદની સજા ફટકારી છે. ત્યારે આ સમગ્ર કેસની તપાસ કરનાર તેં સમયના સુરત ઝોન-4ના તપાસ અધિકારી અને હાલના પાટણ એસ.પી શોભા ભૂતડા સાથેની વાતચીત કરવામાં આવી હતી. જેમાં શોભા સાથેની ઘટનાને વાગોળી હતી .
આ સાથે જ તપાસ દરમિયાન S.P. શોભા પર સાધક દ્વારા ધમકી પણ મળી હતી તેમ જણાવ્યું હતું. આજે જ્યારે આ કેસનો ચુકાદો આવ્યો છે, ત્યારે શોભા ભૂતડાએ ન્યાયાલયના ન્યાયને આવકાર્યો હતો.