જિલ્લાના સિદ્ધપુરના કાકોસી ગામ ખાતે કોંગ્રેસે ગુરૂવારના રોજ વિજય વિશ્વાસ સંમેલન યોજ્યું હતું. જેમાં સિદ્ધાર્થ પટેલ, જગદીશ ઠાકોર સહિત પાટણ અને સિદ્ધપુરના ધારાસભ્યની ઉપસ્થિતિમાં સંમેલન યોજાયું હતું.
જેમાં પાટણ લોકસભા સીટ કબજે કરવા કોંગ્રેસે પોતાના કાર્યકર્તાઓને આહ્વાન કરી વર્તમાન કેન્દ્ર અને રાજ્યની ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. આ પ્રસંગે જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે, પાટણ લોકસભાની ચૂંટણી કોઈ ઉમેદવાર લડતો નથી પણ એક કાર્યકર ચૂંટણી લડશે.
વધુમાં તેઓએ ભાજપ સામે પ્રહાર કર્યા હતા અને જણાવ્યું હતું કે, ભાજપનો કોઇપણ દિગ્ગજ નેતા ચૂંટણી લડે પણ જીત કોંગ્રેસની જ થશે. વધુમાં ખેડૂત, રોજગારી અને મહિલાઓની સુરક્ષાને લઈ પણ ભાજપને ઘેરવા માટે જગદીશ ઠાકોરે તૈયારી દર્શાવી હતી.