પાટણ આગામી સમયમાં આવનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022ને (Gujarat Assembly Election 2022) લઇ રાધનપુર બેઠક પર ટિકિટ મુદ્દે કોંગ્રેસમાં ભારે ખેંચતાણ (Congress on the issue of Radhanpur seat ticket) ચાલી રહી છે. વર્તમાન ધારાસભ્ય રઘુ દેસાઈ સામે સ્થાનિક ઉમેદવારને જ ટિકિટ આપવાની માંગ સાથે પાંચ દાવેદારોએ ટિકિટની માગણી કરી છે. જેને લઇ રાધનપુર બેઠક પર ટિકિટ ફાળવણીનો પ્રશ્ન પ્રદેશ કોંગ્રેસ માટે પેચીદો બને તો નવાઈ નહીં.
રાધનપુર બેઠકમાં નવા જૂની થવાના એંધાણ ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પડઘમ વચ્ચે કોંગ્રેસ હાઇ કમાન્ડ દ્વારા વર્તમાન ધારાસભ્યોને ફરી ટિકિટ ફાળવવાની જાહેરાત કરવામાં આવી છે, પરંતુ પાટણ જિલ્લાની રાધનપુર વિધાનસભા બેઠક (Radhanpur assembly seat of Patan district) પર વર્તમાન ધારાસભ્ય રઘુ દેસાઈ સામે સ્થાનિક ઉમેદવારને જ ટિકિટ ફાળવવામાં આવે. તેવો કોંગ્રેસના આગેવાનો કાર્યકરોમાં સુર ઉઠ્યો છે. રાધનપુરના આયાતી ઉમેદવાર રઘુ દેસાઈએ આ વખતે પણ ચૂંટણીમાં ઝંપલાવવા તમામ તૈયારીઓ પૂર્ણ કરી છે. તેની સામે જિલ્લા કોંગ્રેસ પ્રમુખને (Patan District Congress President) પાંચ સ્થાનિક કોંગ્રેસના આગેવાનોએ પણ ટિકિટ માટે દાવેદારી રજૂ કરી છે. જેને લઇ રાધનપુર બેઠક પર ટિકિટ ફાળવણીનો મુદ્દો પેચીદો બની રહેશે. ટિકિટના દાવેદારો દ્વારા પોતાને જ ટિકિટ મળે તે માટે લોબીંગ પણ કરવામાં આવી રહ્યું છે. આ સામે વર્તમાન ધારાસભ્ય રઘુ દેસાઈ પણ બેઠક જાળવી રાખવા કટિબંધ છે. આગામી સમયમાં મહુડી મંડળ કોના પર પસંદગીનો કળશ ઢોળે છે. તે જોવું રહ્યું.
કોંગ્રેસે આપેલા વચન પૂર્ણ કરશે કે નહીં સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે વર્ષ 2018માં યોજાયેલ રાધનપુર વિધાનસભાની પેટા ચૂંટણી (Radhanpur Assembly by election) સમયે પણ સ્થાનિક ઉમેદવારોએ ટિકિટની દાવેદારી કરી હતી. એ સમયે બેઠક કબજે કરવા પ્રદેશ કોંગ્રેસના અગ્રણીઓએ સ્થાનિકોને મનાવી લઈ રધુ દેસાઈને ટિકિટ આપી હતી. આગામી વિધાનસભાની ચૂંટણીમાં સ્થાનિક ઉમેદવારને ટિકિટ ફાળવવાનું વચન આપ્યું હતું. જોકે, આ વચન પ્રદેશ કોંગ્રેસ દ્વારા પૂર્ણ કરવામાં આવશે કે નહીં તેની ચર્ચાએ જોર પકડ્યું છે.
રાધનપુર બેઠક પર કોંગ્રેસમાંથી દાવેદારી કરનાર
- જગદીશ ઠાકોર રાધનપુર
- ભચાભાઈ આહીર સાંતલપુર
- રમેશ દેસાઈ સિનાડ
- હરદાસભાઇ આહિર
- ડો. વિષ્ણુદાન ઝુલા