- કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલે મુખ્યપ્રધાનને લખ્યો પત્ર
- પત્રકારોને કોરોના વોરિયર્સ ગણવામાં આવે
- કોરોના મહામારીમાં મૃત્યુ પામેલા પત્રકારોને સરકાર આર્થિક વળતર ચૂકવે
- સરકારી કર્મચારીઓની સારવાર માટે અમુક બેડ રિઝર્વ રાખવા
પાટણ: સમગ્ર રાજ્યમાં કોરોના મહામારીને લઈને અરાજકતા ભરી સ્થિતિ ઊભી થઈ છે. જેમાં સરકાર સદંતર નિષ્ફળ રહી હોવાનો આક્ષેપ કરી પાટણના ધારાસભ્ય ડો. કિરીટ પટેલે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીને પત્ર લખી જણાવ્યું છે કે, કોરોના મહામારીમાં જીવના જોખમે પ્રજા સમક્ષ સત્ય હકીકતો રજૂ કરતા પત્રકારો પણ કોરોનાનો શિકાર બની રહ્યા છે.
![પાટણના ધારાસભ્યએ પત્રકારો માટે અવાજ ઉઠાવ્યો](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-ptn-02-thepatanmlaraisedhisvoiceforjournalistsinthekoroepidemic-vb-vo-gj10046_07052021171112_0705f_1620387672_339.jpg)
આઠ જેટલા અસરકાર સૂચનો પર અમલકરાવા કરી રજૂઆત
જેમાં કેટલાય પત્રકારોના મોત થયા છે તેમજ સરકારી કર્મચારીઓના પણ મોત થયા છે. આવા પત્રકારો અને સરકારી કર્મચારીઓના વારસદારોને સરકાર દ્વારા રહેમરાહે સરકારી નોકરી કે આર્થિક સહાય ચુકવવામાં આવે તેમજ અન્ય રાજયોની જેમ ગુજરાતમાં પણ પત્રકારોને કોરોના વોરિયર્સ ગણવામાં આવે. આ ઉપરાંત રાજ્યમાં સરકારી અને આરોગ્ય કર્મચારીઓ હાલમાં કોરોના મહામારીમાં દિવસ-રાત ફરજ બજાવે છે પરંતુ જો આવા કર્મચારીઓને કોરોના થાય તો સારી હોસ્પિટલોમાં બેડ પણ મળતા નથી.
![પાટણના ધારાસભ્યએ પત્રકારો માટે અવાજ ઉઠાવ્યો](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-ptn-02-thepatanmlaraisedhisvoiceforjournalistsinthekoroepidemic-vb-vo-gj10046_07052021171112_0705f_1620387672_377.jpg)
આ પણ વાંચો: પાટણમાં યુવાનો દ્વારા કોરોનાગ્રસ્ત દર્દીઓને હોસ્પિટલમાં સંતરાના જ્યુસનું વિતરણ
માઁ કાર્ડ ધરાવતા લાભાર્થીને કોરોનાની સારવાર મળી રહે તે માટે સરકાર ગાઈડલાઈન અને રકમ નક્કી કરે
કર્મચારીઓ માટે અમુક બેડ રિઝર્વ રાખવા જેતે જિલ્લા વડાને સૂચના આપવામાં આવે તથા સરકાર દ્વારા રાજ્યની વિવિધ માન્ય હોસ્પિટલમાં માઁ કાર્ડ ધરાવતા લાભાર્થીઓને કોરોનાની સારવાર મળશે તેવું જાહેર કરવામાં આવ્યું છે પણ એ માટેની ગાઈડલાઈન કે રકમ નક્કી કરવામાં આવી નથી.જેથી દર્દીઓને તેનો લાભ મળતો નથી માટે આ બાબતે સત્વરે યોગ્ય કરવામાં આવે. સરકારના આદેશ મુજબ આંશિક લોકડાઉનથી નાના વેપારીઓ, કર્મકાંડી બ્રાહ્મણો, કલાકારો, રિક્ષાચાલકોને મોટું નુકસાન થયું છે. તેઓના જીવન નિર્વાહ માટે આર્થિક પેકેજની જાહેરાત કરવામાં આવે તેવી માંગણી કરી છે.
આ પણ વાંચો: પાટણ નગરપાલિકા દ્વારા રૂપિયા 1ના ટોકન દરે શબવાહિની સેવા શરૂ કરાઈ
રસીકરણ માટે પૂરતા પ્રમાણમાં રસીનો જથ્થો ઉપલબ્ધ કરવામાં આવે
કોરોના વાઈરસને દૂર કરવા માટે રસી જ એક ઉપાય છે. દરેક લોકોને સરળતાથી રસી મળી રહે તે માટે સમગ્ર રાજ્યમાં પૂરતા પ્રમાણમાં રસીનો જથ્થો ઉપલબ્ધ કરવામાં આવે તેવી માગણી પણ કરવામાં આવી છે. આમ, પાટણના કોંગ્રેસના ધારાસભ્ય દ્વારા આઠ જેટલા અસરકારક સૂચનો પર અમલ કરવા મુખ્યપ્રધાનને લેખિતમાં રજૂઆત કરાઈ છે.